________________
(૧૫) વ્યવસ્થા સારી રીતે ચપળતાથી કરવા માંડી દરેક કાર્ય માટે અધિકારીઓ નિયત કર્યા, તેમજ લશ્કર તરફ પુરતું ધ્યાન આપ્યું સેનિકને બરાબર તાલીમ અપાવી, મલ્લયુદ્ધ વગેરે યુદ્ધમાં યુક્તિઓ કેવી રીતે ઉપયોગમાં લેવી તે બધું શીખવ્યું. લોકોના શરીર કેળવાય, સશક્ત થાય, આફત સમયે તેઓ પોતાનું રક્ષણ કરી શકે તેને માટે અખાડા શરૂ કર્યા. વર્ષમાં અમુક અમુક વખતે મેળાવડા કરી તેમની પરીક્ષા લેવાતી ને સારું કામ કરનારને ઇનામ આપવામાં આવતું, એવી રીતે શર સંધાનમાં પણ, તીરંદાજી, શબ્દ વેધીબાણ મારવામાં પ્રવીણ. બળમાં ગમે તેવા સાથે કુસ્તી કરનારા દ્ધા અને સુભટ તૈયાર કર્યા.
સારા રાજવીની પેઠે પિતાના તાલુકામાં સુધારા કર્યા. અનેક પ્રકારની સર્વને અનુકુળ સગવડો કરી તેમજ વિશાળ સુંદર રસ્તાઓ. આલિશાન ભુવન, અનેક પ્રકારનાં સરકારી મકાનેથી શહેરની શાભામાં વધારો કર્યો. વ્યાપાર રોજગારમાં પણ વધારો કર્યો. સમુદ્રની ઘોર ગર્જનાઓ પડખે ગંજારવ કરતી હોવાથી એને લાભ પણ જતો કર્યો નહી. અનેક વહાણો તેયાર કરી સમુદ્ર માગે અનેક દેશાવર સાથે વ્યાપારી સંબંધ બાંધ્યો. પોતાના દેશમાંથી પરદેશ ચીન મહાચીન મેઢ તુર્ક ગ્રીસ વગેરે દેશમાં માલ મોકલવા માંડ્યા અને તે દેશમાંથી પોતાના દેશમાં ઉપયોગી માલ મંગાવતો એ રીતે એમાંથી પણ ખર્ચ જતાં પુષ્કળ ન થતો હતો.