________________
(૧૨૧ ) કરતા તે ધ્યાનથી સાંભળતો હતો. પિતાને પણ એ ચર્ચામાં
જ્યાં સંદેહ જેવું જણાતું કે તે જ સમયે વચમાં પ્રશ્ન પૂછી સમાધાન કરી લેતો હતો. સાધુઓ પણ એ બાલકની કલ્પનાથી એના ધાર્મિક જ્ઞાનથી ખુશી થતા હતા, એ બાલકની દેવ સમી મનોહર કાંતિથી એના તરફ સર્વેનું આકર્ષણ રહેતું હતું તેમજ બાલક છતાં એ ગુણે ગંભીર હોવાથી એની ભાષા મીત અને મીઠાશ વાળી હતી એને જોતાજ સર્વને લાગતું કે પિતા કરતાં અધિક થશે–મહાન થશે.
પિતાએ એક સારા વિદ્વાન અને વક્તા તેમજ ઘણું ભાષાના જાણકારને પિતાના પુત્રને દરેક ચાલુ સમયની ભાષાનું જ્ઞાન આપવાને નિયત કર્યો. બાલકે તેની પાસેથી જુદી જુદી ભાષાનું સારી રીતે જ્ઞાન મેળવ્યું. સામાન્ય રીતે તે સમયમાં પ્રચલિત લગભગ ઘણું ખરી ભાષાથી આ બાલક જાણીત થયા. બાલકનું ભાષા જ્ઞાન જોઈ ભાવડશાહે એના શિક્ષકને સંતોષીત .
બાલકને રાજ્ય વ્યવસાય યુદ્ધ વ્યવસાય અને વ્યાપારમાં માહિતગાર કરે જોઈએ જેથી કેટલાંક રાજ્ય પ્રકરણ ખાતામાં મલલ કુસ્તીમાં એને જે તેમજ વ્યાપાર માટે પણ અનુભવ મળે એવી ગોઠવણ કરી, સિવાય બીજી પણું કેટલીક વ્યવહારીક કળાઓ કે જે પુરૂષની બહાત્તેર કળા કહેવાય છે એમાંથી એ જમાનામાં જે જે કળા જરૂરની હતી તે