________________
( ૧૧૯) શત્રુંજય જેવા તીર્થને એ ઉદ્ધાર કરનાર થશે. તે સમયની પ્રજા એને ઘણુજ માનની નજરથી નિહાળશે. છતાં આ મહાન નર ભલે ભવિષ્યમાં ગમે તે થવાનો હોય પણ અત્યારે તે બાલક જ હતો. બાલક યોગ્ય ચેષ્ટાઓમાં જ એને કાલ વ્યતિત કરતો હતો. મહાન નરેની પણ બોલ્યાવસ્થતા સામાન્ય રીતે એવીજ ધુલી ધુંસરની ક્રિયામાં જ પ્રાયઃ પસાર થાય છે. એવી જ અવસ્થા આ બાલકની પણ હતી.
આ બાલકનું એ ભાવી ભાવડશાહે ગુપ્તપણે જ રાખ્યું હતું. એ માતપિતા એ ગુહ્ય અને ગુપ્ત ભંડારની માફક સાચવી રાખી ને ત્રીજા કાને એ વાત ન જાય એવી ખાસ કાળજી રાખી હતી. એ રહસ્ય ગુપ્ત રાખવામાં જ ઠીક ડહાપણ હતું. જે કામ જે માણસ પાસે કુદરત ભલે કરાવવા માગતી હોય પણ એ પ્રસંગે જ એ વાત જેમ જેમ પ્રગટ થતી જાય છે તેમ એમાં કાંઈ ઓરજ મીઠાશ રહેલી છે, અથવા તો કોઈ ભાવી સંકેતને લઈને ભાવડશાહ બાલકના ભાવીને ઉલેખ કરી શક્યાં નહોતા.
હવે બાલક રમત ગમત કરતાં વિદ્યાસંપાદન કરતો ઠીક એમ સમજીને ભાવડશાહે એક સજન પંડિત, ઉપાધ્યાયની નિમણુક કરીને બાલકને ઉપાધ્યાયને હવાલે કર્યો. કેવી રીતે વિદ્યા ભણાવવી? શું શું શાસ્ત્ર શીખવવાં વગેરે ભાવડશાહે ઉપાધ્યાયને સમજાવી દીધું. ઉપાધ્યાયે બાલકને કેળવવા તરફ