________________
( ૧૦ ) ખુબ ધ્યાન આપવા માંડયું. બાળક પણ હોશીયાર, પૂર્વની જ્ઞાન આરાધના કરેલી, એટલે જાણે વીસરાયેલું ફરીને યાદ કરાતું હોય એમ એક પછી એક શાસ્ત્ર શીખવાં શરૂ કર્યા.
થોડાક વર્ષ પસાર થયાં ને બાળક ભણીગણીને હશીયાર થયે. સિવાય ઉપાધ્યાય બાલકને પોતાના હેએથી કેટલીક વાત કહેતો હતો, કેટલીક ધર્મ કિયાઓની વિધિઓ બતાવી. દેવગુરૂ સંબંધી કેટલીક સમજણ આપી દેવગુરૂ અને ધર્મ શું વસ્તુ છે તે સમજાવી એમની સેવા ભક્તિ શા માટે કરવી જોઈએ, એથી શું લાભ થાય! ઈત્યાદિક કેટલીક અગત્યની ને શ્રાવકને ઉચિત બાબતો સમજાવી. શ્રાવકના આચાર વિચારો શું છે તે પણ શીખવ્યા, સિવાય વ્યાકરણ, સાહિત્ય, કાવ્ય, ન્યાયશાસ્ત્ર, નીતિશાસ્ત્ર ઉપરાંત ધર્મશાસ્ત્ર પૂરેપૂરું શીખવ્યું. એ સર્વે શીખી બાળક તૈયાર થયે. અગીયાર વર્ષનો બાળક થયે ત્યારે એનામાં વિનય, વિવેક, બોલવાની સભ્યતા, વાપટુતા વગેરેથી નીતિના નમૂનારૂપ .
પિતાના પિતાની સાથે તે દેવદર્શને જતો, પિતાની સાથે પ્રભુપૂજન બહુજ શાંતિ અને ધિરજથી કરતો, દેવમંદિરમાં જે પ્રમાણે શાસ્ત્રોમાં વિધિ મર્યાદા કહેલી છે તે પ્રમાણે ઔચિત્યનું ક્યારે પણ ઉલ્લંધન કરતો નહિ. દેવ પૂજન પછી પિતાની સાથે ગુરૂવંદને પણ જેતે. પિતા ગુરૂએ સાથે આચાર્ય કે ઉપાધ્યાય સાથે જે જે ધર્મચર્ચા, જ્ઞાનચર્ચા