________________
( ૧૧૪ )
પુત્રનું મુખ જોવાની એમની ઉત્કંઠા અતિ તીવ્ર હતી. આ અતુલનીય સમૃદ્ધિના ધણીને જોવાની આકાંક્ષા સર્વે કાઈની હતી. એ આતુરતા, ઉત્કંઠા, આકાંક્ષા અનેરી હતી.
એ રાત્રીના સમય આવી પહોંચ્યા હતા, કે જ્યારે પ્રસુતિના વખત નજીક આવેલા જણાતા હતા. કુળની વડેરી સ્ત્રીઓ, સખીઓ, દાસી વગેરે સર્વે શેઠાણીની આજુબાજુ ફરી વળેલાં આતુર નયને ચિકિત્સા કરતાં નિરખી રહ્યાં હતાં. રાતના સમય પેાતાનુ કાર્ય કરી રહ્યો હતા મધ્યરાત્રી વીત્યા આદ લાગ્યુ કે હવે એ પ્રસુતિના સમય નજીક હતા. સહેજ પણ પીડા નહાતી. માત્ર ગર્ભનાં પ્રગટ થવાનાં લક્ષણા જ અવાર નવાર જણાંતાં હતાં. એ સમયે ગ્રહેા અનુકુળ હતા, ચંદ્રમા ઉત્તમ રાશી ઉપર સ્થિતિ કરી રહ્યો હતા. નક્ષત્રના ચેાગ પણ સારા હતા. એવી રીતે શુભલગ્ન, શુભદિવસ અને શુભ ચાઘડીયામાં સૌભાગ્ય શેઠાણીએ પુત્ર રત્નના જન્મ આપ્યા. પુત્રને નવરાવી ધેાવરાવી નાસી છંદનની ક્રિયા પણ સ્ત્રીઓએ કરીને તરતજ ભાવડશાહને વધામણી આપવામાં આવી, વધામણી આપનારી સ્ત્રીનું દારિદ્રય ભાવડશાહે દૂર કરી નાખ્યું. રાત્રી જાગરણથી રાત્રી પસાર કરી.
પ્રાતઃ કાલે પુત્રજન્મની વધાઇ મધુમતીમાં સર્વત્ર ફેલાઈ ગઈ. જ્યાં ત્યાં આનંદ આનંદ વર્તાઇ રહ્યો. મેટામેટા માણસા ભાવડશાહને અભિનંદન આપવા એમને ત્યાં પધાર્યા,