________________
(૧૧૩) ડગલે શિખામણ આપતી હતી. અવકાશ મળે ત્યારે ધર્મશાસ્ત્ર વાંચી સંભળાવતી હતી, શેઠાણી ધર્મ કથામાં-ધર્મ ચર્ચામાં પિતાને સમય વ્યતિત કરતાં હતાં, બહુ બોલતાં નહી તેમ મુંગા પણ ન રહેતાં, તેમજ આળસુ કે એદી બની ઘોરવા કરતાં અવકાશની વેળા સામાયિકમાં કે ધાર્મિક વાંચનમાં વ્યતિત કરતાં અથવા તો સખીઓ પાસે વંચાવતાં ને પોતે સાંભળતાં, પણ પોતે નકામી ખટપટમાં પડી મગજ મારી કરતાં નહી, ગર્ભનું જેવી રીતે રક્ષણ થવું જોઈએ તેવી રીતે તેમણે રક્ષણ કર્યું.
છેવટે ગર્ભના આખરી દિવસે પણ આવ્યા. ગર્ભના પ્રભાવથી શેઠાણીનું શરીર ભારે થયું હતું કોઈ માણસે જેમ માથે ભાર ઉપાડ હોય અને ભારથી શ્રમિત થયો હોય એવી રીતે શેઠાણી પણ હવે તે છેલ્લા દિવસે હોવાથી શ્રમિત થઈ જતાં હતાં, પરાણે માંડમાંડ ઉઠી શકતું, થે ડુંકજ ખવાતું હતું, સખીઓ, કુળની વડેરી સ્ત્રી રાત દિવસ એમની સાથે જ રહેતી, જરાપણ એમને અળગાં મુકવા જેવી હવે અત્યારની સ્થિતિ નહોતી.
નવ માસ પણ પૂરા થયા, પૂર્ણ સમય થયો હોવાથી સ છુટાછેડાની આતુરતાથી રાહ જોવા લાગ્યાં. અતિ મુશ્કેલીના દિવસે હોવાં છતાં, શેઠાણીનું ચિત્ત અતિ પ્રસન્ન હતું,