________________
(૧૧૧) મન હર્ષના હિંડોળે ઝુલી રહ્યાં, ભાવલશાહ પણ સાંભળીને અતિ ખુશી થયા, અને એ સૌભાગ્ય શેઠાણના હર્ષની તે વાતજ શી ?
એક પછી એક દિવસ પસાર થયા ને ગર્ભ વૃદ્ધિ પામવા લાગે. ઉત્તમગર્ભને પ્રભાવે સારાં સ્વપ્નાં આવવાં શરૂ થયાં, ઉત્તમ વિચારે થવા લાગ્યા તેમજ સારી સારી અભિલાષાએ પણ થવા માંડી. ધર્મનાં કાર્ય કરવાની પ્રેરણા થવા માંડી. ગર્ભમાં રહેલું બાળક વૃદ્ધિ પામતાં છતાં પણ જાણે ગુઢ ગર્ભ હોય એમ શેઠાણીની ઉદરની વૃદ્ધિ નહોતી થતી. કેમકે ઉત્તમ ગર્ભના પ્રભાવથી ઉદર વૃદ્ધિ પામતું નથી.
દિવસ પછી દિવસને મહિનાઓ એક પછી એક વીતવા લાગ્યા. શેઠાણુના ગર્ભની બરાબર રક્ષા થવા લાગી. એ ગર્ભાવસ્થાની જાણકાર, એ ચિકિત્સામાં નિપુણ કુળની વડેરી સ્ત્રીઓ રાતદિવસ શેઠાણીનું રક્ષણ કરતી હતી. ગર્ભવંતી સ્ત્રીઓએ બહુ ભારે ન ખાવું અતિ રસવાળુ તમતમુ ન ખાવું. તેમજ પ્રમાણથી અધિક પણ ન ખાવું જેથી પ્રમાણસર અને સાદુ તબીયતને અનુકૂળ ભેજન એ નિપુણ સ્ત્રીઓ આપે તેટલું શેઠાણ ખાતાં હતાં ને તે પ્રમાણેજ ખેરાક લેવાની શેઠાણું પણ કાળજી રાખતાં, ગર્ભવંતી સ્ત્રીઓએ બહુ સ્વાદ પણ ન કર, દિવસના સુવું નહિં રાત્રે પણ બહ નિદ્રા લેવી નહિ પ્રમાણે પેતજ નિદ્રા કરવી, તેમ જે તે ખાવાની