________________
(૧૨). લક્ષ્મીની સફલતા છે, ભાટ ચારણોને પણ સંતોષવામાં આવ્યા હતા. સર્વેને પિત પિતાની યેગ્યતા પ્રમાણે કદર કરવામાં આવી હતી. એ ઘટના બની ગયા પછી કેટલાક સમય પસાર થઈ ગયો ને હવે તો ભાવડશાહનો મધુમતીમાં પ્રવેશ જુના જેવા થઈ ગયા હતા.
એક દિવસે ભાવડશાહે ભાગ્ય શેઠાણીની વિલક્ષણ સ્થિતિ જોઈને પૂછ્યું. “પ્રિયે! આમ દિવસે દિવસે સુકાતી જાય. છે એનું શું કારણ? આવી સાહયબી, આવી બેસુમાર સત્તા, રાજાને ગ્ય વૈભવ, અને આટલા રિદ્ધિ સિદ્ધિ હોવા છતાં તમારા મુખ ઉપર દિવસે દિવસે ઉદાસીનતાની છાયા વધુને વધુ કાં છવાતી જાય?”
“સ્વામી ! માત્ર સાહાબી અને સત્તામાં જ બધુય સુખ સમાયુ હોય એમ સ્ત્રીઓ નથી માની શક્તી.”
તમારા જેવાં સમજુ ધર્મનાં જાણ, અને વિવેકી મનુષ્યને આવી અનેક સગવડતા છતાં ચિંતા ગ્રસ્ત રહેવું ઉચીત નથી.
એ વાત સાવ સાચી છે સ્વામી ! જોકે ધર્મના મર્મ, વિવેક, સંસારનું અનિત્ય પણ હું સમજુ છું, છતાં આખરે અમે અબળાજન? ”