________________
( ૧૦૫ ).
“ મને લાગે છે કે હવે જ્ઞાનીનું વચન જલદીથી સિદ્ધ થવું જોઈએ. અવિવાસ રાખવાનું કોઈ કારણ નથી. એમનું એક વચન તે પ્રત્યક્ષ સિદ્ધ થયેલું છે અને બીજુ ભવિધ્યમાં, એ ભવિષ્ય પણ હવે જલદીથી સફળ થવું જ જોઈએ.”
છતાંય મને સંતાપ થાય છે ને મારું મન હવે અધીરૂં થઈ ગયું છે. હવે તે એ દિવસો જલદીથી આવે
તો ઠીક. »
એવી ઘેલાઈ આપણને ન શોભે, સંતાપ કરવાથી શું થાય, એ તે કુદરતના ખેલ છે દેવ રચના છે, એવી બાબતમાં હર્ષ શેક કરે શું વળે ? ”
એમ ન કહો સ્વામી ! પુત્રની પ્રાપ્તી એ અલૈકિક કુદરતી બક્ષીસ છે. સ્ત્રીને મન માતા થવું એ એક અહો– ભાગ્ય છે જગતમાં એ તો એક મોટામાં મોટે લ્હાવે છે તેમાંય ઉત્તમ પુત્રની પ્રાપ્તિ એ તો મોટા ભાગ્યની નિશાની ગણાય. એવો કુળદીપક પુત્ર પિતાની સમૃદ્ધિમાં વધારો કરે. આપણા નામને ઉજવળ કરે. અને શત્રુંજય જેવા મહાન તીર્થને ઉદ્ધાર કરે.”
જ્ઞાનીએજ પ્રથમથી એવું મહાન ભવિષ્ય ભાખ્યું છે જેથી કોઈ મહાન પુત્રજ ઉત્પન્ન થશે એમાં શંકા કરવાની ન હોય.”