________________
(૧૦૭) અનેક દેવમંદિરમાં સ્નાત્રપૂજાઓ રચાવી શરૂ કરી. અઠ્ઠાઈ મહોત્સવ કરવા શરૂ કર્યા. ત્યાગી મુનિઓને અન્નદાન, વસ્ત્રદાન, જરૂર જણાતાં ઔષધ પ્રધાન વગેરે અનેકરીતે મહામુનિઓની ભક્તિ કરવા માંડી. અનેક જીનમંદિરેકના જીર્ણોદ્ધાર કરાવ્યા, સાધુ સાધ્વીઓને જ્ઞાનદાન આપવામાં સહાય કરી. શ્રાવકેને માટે એમણે પિતાનો લક્ષ્મી ભંડાર ખુલ્લો મુક્ય, વ્યાપાર રોજગારમાં ગરીબ શ્રાવકેને બનતી સહાય કરવા માંડી. જે જે કારણે તેઓ ધર્મથી પતીત થતા હતા તે તે કારણે તેમનાં દૂર કરી ધર્મમાં સ્થિર કર્યો. ગરીબ, દીન, દુઃખીઆને તેમણે અનેક રીતે મદદ કરવા માંડી. તેમણે દાનશાળાઓ ઉઘાડી અનેક નિરાધાર લેકે એનો લાભ લેવા લાગ્યા, દીન, દાખી અને કંગાલ, તેમજ લુલા લંગડાઓ માટે એ આશિર્વાદ સમાન થઈ પડી. જે સજાતા શ્રાવકે માગવાને અશક્ત હતા તેમને ઘેર છુપી રીતે અનાજના કોથળા રાતોરાત ઠલવાતા હતા, અવાર નવાર દ્રવ્યની મદદ કરી તેમને ધંધામાં જોડતા હતા. જે જે માણસમાં જેવી જેવી લાયકાત જણાતી તેવા કામમાં એમને જોડવા માંડ્યા. નાના મોટા અધિકારમાં, મેતામાં, મુત્સદીપણામાં રાજની દરેક જગામાં માણસની યેગ્યતા જોઈ દાખલ કરતા હતા. જો કે એવા અધિકારમાં લાયકાત જેવાતી, છતાં પિતાના સ્વામીભાઈ તરફ પક્ષપાત દૃષ્ટિ તે અવશ્ય રહેતી. એ નાના મોટા અધિકારેમાં જોડાયેલા પોતાના