________________
બાંધવામાં આવ્યાં, દરેક ઘરે ઘર એ ફરમાન છુટ્યા. પિતાને ત્યાં લગ્ન પ્રસંગ હોય તેવી રીતે દરેકને પોતપોતાનાં મકાને શણગારવાનાં ફરમાન છુટ્યા સારાય શહેરમાં એ ફરમાનને અમલ થયો.
મધુમતી એતો જાણે આજે અલકાપુરીની નાની બેન હોય તેવા સાજ એણે સજ્યા, જે રસ્તે ભાવડશાહ આવનાર હતા. અને શહેરના મુખ્ય દરવાજામાં પ્રવેશ કરીને જે રાજમાર્ગમાં ફરી રાજમંદિર તરફ જવાના હતા તે સર્વે રસ્તા અપૂર્વ રીતે સુશોભિત કરવામાં આવ્યા હતા. માર્ગમાં પુષ્પો વેરવામાં આવ્યાં હતાં સિવાય સુગંધિત દ્રવ્યોથી રસ્તો સુગંધિત બનાવવામાં આવ્યો હતો. આજે વિજ્યા દશમી હતી અને આજ દિવસે ભાવડશાહને નગર પ્રવેશનું પ્રાત:કાળે પ્રહર દિવસે શુભ મુહુર્ત હોવાથી પ્રભાતમાંથી નગરી હલમલી રહી હતી, નગરનો સુબો, નાનામોટા દરેક અધિકારીઓ, સૈનિકે પોતપોતાના દરજજા પ્રમાણે તૈયાર થઈ પ્રવેશ મહોત્સવમાં ભાગ લેવાને આતુર થઈ રહયા હતા, નગરની નાની મોટી આબાલવૃદ્ધ પ્રજા પણ પિતાના નવા માલેકને જેવાને અતિ આતુર બની રહેલી ને પોતપોતાને યોગ્ય સુંદર વસ્ત્ર સજી આનંદમાં ભાગ લેવાને હર્ષઘેલી જણાતી હતી. હજી તે દિવસ ઉગવાને વાર હતી એવા પ્રભાતના સમયમાં જ જબરી ધામધુમ થઈ રહેલી હતી. એ સ્વારી જેવાને માટે આસપાસના ગામેગામથી લેકે મોટી સંખ્યામાં અહીં આવી