________________
( ૫ ) કરતાં મધુમતીની જાહોજલાલી અવર્ણનીય હતી, સાગરના તટ ઉપર આવેલા એ શહેરની આજે અપૂર્વ ભા હતી, શહેરમાં અનેક ઠેકાણે નવીનતા જોવાતી હતી. જાણે એને વસ્યાને બહુ દિવસ ન વીત્યા હોય એવી નવીનતાને ધારણ કરનારી એ નગરીએ હાલમાં નવીન સાજ સજેલા હતા.
મહારાજ વિક્રમાદિત્ય તરફથી સૌરાષ્ટ્રમંડલના મધુમતીમાં પણ એક સુબે એ જીલ્લાને કારોબાર ચલાવતે, એ સુબાને મહારાજના સહી સિક્કાને પગામ મંત્રી તરફથી મળી ગયેલે, એના નવા માલેક ભાવડશાહને વહીવટ હવેથી ચાલવાને, જેથી ભાવડશાહના આગમનની આતુરતાથી રાહ જોવાતી હતી, એ દરમીયાન ભાવડશાહને પેગામ પણ આવી પહે. નગરીને અપૂર્વ રીતે શણગારવા તથા એની શોભામાં વધારે કરવા સૂચવાયેલું તે મુજબ સુબાના પેગામ છુટ્યા, ભાવડશાહ માટે એક નવીન રાજગઢ તૈયાર કરવામાં આવ્યો, સરકારી મકાનને જીર્ણોદ્ધાર કરી રંગરોગાનથી રીપેર કરવાનાં ફરમાને છુટ્યાં, તેમજ ગામલેકને પણ પોતપોતાના મકાને રંગ રેગાનથી સુધારવાનાં ફરમાન કાઢવામાં આવ્યાં, ગરીબ લોકોનાં મકાન રાજને ખર્ચે સુધારવામાં આવ્યાં, રસ્તાઓ, ગલી કુચીઓના માર્ગો પણ પાકા બાંધી સાફ સુફ રાખવામાં આવ્યા, જાહેર રસ્તા, રાજમાર્ગના રસ્તાઓ પાકા પત્થરોથી બાંધી ધજા તરણેથી શણગારવા શરૂ કર્યા. રાજનાં મકાને ઉપર, ધજાઓ ફરકવા લાગી. બધે તેરણું