________________
(૯૪ ) આપણે ધનથીતે એમની શું સેવા કરી શકીયે, એતે સાવધ ઉપદેશ પણ ન આપે, પણ આપણેય વિચારતો કરેજ આપણી સમૃદ્ધિને અંશ પણ સ્વામીભાઈના ઉપગમાં ન આવે તો એ સમૃદ્ધિ શું કામની?”
ધર્મસંબધી વાત કરી ધર્મચંદ્રશેઠ રજા લઈ ઘેર ગયા, તે પછી થોડા એક દિવસ બાદ તપનરાજની રજા લઈ ભાવડશાહ પોતાના પરિવાર સાથે મધુમતી તરફ પ્રયાણ કરી ગયા.
પ્રકરણ ૧૩ મું.
મધુમતીમાં આજે મધુમતી આનંદના હિલોળે ચઢયુ જણાય છે. તે સમયમાં મધુમતીની જાહોજલાલી અપૂર્વ હતી, સૌરાષ્ટ્ર મંડલનું એ અપૂર્વ ગણાતું શહેર સળેકળાએ ખીલેલું હતું સારાય સૌરાષ્ટ્રમાં એ સુપ્રસિદ્ધ એને વ્યાપાર પણ સુપ્રસિદ્ધ, જળ અને સ્થળ બન્ને તરફથી વ્યાપારીઓને વ્યાપાર કરવાની સગવડતા, પડખેજ સાગરનાં નીર ખળભળી રહેલાં ઘુઘવાટા મારતા કાનના પડલ પણ ચમકાવી નાખતા, વહાણેની આવજાવ અવાર નવાર થયાજ કરતી. ઠેઠ દરને દૂર ઘોઘા બંદર