________________
( ૩ ) અશકિતવાળાને શ્રાવકધર્મમાં જોડી દીધો હોય, એમાં સ્થીર કર્યો હોય, તોપણ એ આત્માનું કલ્યાણ સાધી શકે. ગરીબ શ્રાવકેને ધર્મમાં સ્થીર કરવા, એને સહાય આપી ધર્મમાં જોડવા, ધર્મથી ભ્રષ્ટ થતાને બચાવી લેવા; એ શ્રીમંત અથવા તો આપ જેવા મહાન શ્રદ્ધાળુંનું ખાસ કર્તવ્ય છે. એ સ્વામીભાઈની ભક્તિ કદાપિ વાંઝણ નથી હોતી છતાં પણ આપ જેવા મહાન નિ:સ્વાર્થ પણે સ્વામીભાઈને ઉદ્ધાર કરે તો એથી વિશેષ લાભ બીજો કે હોઈ શકે ? જે શ્રીમાને પિતાના ગરીબ બાંધવને સહાય આપી મદદ ન કરી, તેની લક્ષ્મીથી શું? સ્વાર્થને માટે તે સર્વે કોઈ ધમપછાડ કરે છે. એ સ્વામીભાઈની ભક્તિથી તો સંભવનાથના જીવે ત્રીજા ભવમાં તિર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. વિશ સ્થાનકમાં સાધમિકની ભક્તિને પણ મુદ્રિત કરેલું છે, અંતમાં મારો આપને એટલે જ કહેવાનો ઉદ્દેશ છે કે આપ ગરીબ બંધુઓની સામે જોશો, જરા દયાની નજરે જોશે, પણ તુચ્છ નજરથી નિહાળશોના ? જે ભાગ્યવંત હોય છે તેજ સાધમિની ભક્તિ તો કરી શકે. ”
શેઠ સાહેબ! હું આપને આભાર માનું છું કે આવા શિખામણના બે શબ્દો મને કહ્યા, હું પ્રાર્થ છું કે શાસનદેવ મને એવી સદ્દબુદ્ધિ આપે, સાધમીની ભક્તિ કરવાનું મને સામર્થ્ય સમપે. હું પણ તમારા જ વિચારનો છું. જોકે આપણા ગુરૂઓ તો ત્યાગની મૂર્તિ રૂપ છે, એટલે