________________
અને સૈનિકે ના હથીયારના ખડખડાટથી કાંપિલ્યપુર ધમધમી રહ્યું. આખુય નગર એ પ્રવેશ મહોત્સવનું દ્રશ્ય જેવાને ગાંડુ ગાંડુ થઈ ગયું. ભાવડશાહ એના એ હતા, ગરીબ ચીથરે હાલ ભાવડશાહ અને અત્યારના ભાવડશાહ એ એક જ વ્યક્તિ હતી, પણ સમય આજે બદલાયે હતે. એના એ ભાવડશાહ છતાં અત્યારે એમાં પ્રતાપ, પ્રભાવ, તેજ, ગૌરવ, બુદ્ધિમત્તા સર્વ કંઈ અનેરાં તરવરી રહ્યાં હતાં. એ સાયબી અને ઠકુરાઈને ઝગમગત પ્રતાપ નર તરી રહ્યો હતો. એ આદમીનું નૂર અત્યારે કાંઈક જુદું જ હતું, એ પણ સમયની બલીહારીજને !
તપનરાજે પિતાના રાજગઢમાં ભાવડશાહને ઉતારે આપે. બીજા માણસો વગેરેની પણ વ્યવસ્થા કરી દીધી. સૌભાગ્ય શેઠાણને પણ ભાવડશાહે ત્યાં રાજગઢમાં જ બોલાવી લીધાં, ઘણે દિવસે પતિ પત્ની મળ્યાં.
ભાવડશાહ ! તમે કઈ પ્રાલબ્ધવંત પુરૂષ છે. આજના જમાનામાં વણિક જાતિમાં તમારા જેવું ભાગ્ય કેઈનુંય જાણ્યું નથી. મહારાજે તમારે આદર સત્કાર સારી રીતે કર્યો,” તપનરાજે ભાવડશાહને વિવેકથી બે શબ્દો કહ્યા.
ધર્મચંદ્રશેઠ પણ ભાવડશાહને મળવા આવ્યા, રાજાના શબ્દો એમણે સાંભળેલા તેથી તેમણે કહ્યું. “બીજાનું ભાગ્ય તે ક્યાંથી હોય, એમના જેવું સત્વ, ધમી પણ, સત્યતા,