________________
(૯૦ ) અહિંસામય સિદ્ધાંતમાં દઢતા પણ બીજા કેનામાં લેવાય છે ગરીબી કે અમીરીમાં પણ જેમની એકજ ધર્મ વૃત્તિ છે, એવી મહત્તા કાંઈ જગતમાં વ્યર્થ જતી જ નથી. સારા ખાટાનું ફળ મનુષ્યને પ્રત્યક્ષ જ છે.”
ધર્મચંદ્ર શેઠનાં વખાણ સાંભળી ભાવડશાહ જરા કેચવાયા, “શેઠ? તમે નાહક મારાં વખાણ કરે છે. મારામાં શું અધિક છે ! મારા કરતાં પણ મહાન નર જગતમાં ક્યાં નથી? બહુ રત્ના વસુંધરા, પૃથ્વી રત્નગર્ભા કહેવાય છે એક એકથી અધિક પુરૂષે ઉત્પન્ન થાય.”
“ ધર્મચંદ્રશેઠ! તમારું કથન વ્યાજબી છે. મનુષ્યને મોટાઈ કાંઈ સહેજે મળી શકતી નથી. અનેક પ્રકારના પ્રયત્ન કરવા છતાં પણ મનની ઈચછા પ્રમાણે મળતું નથી. માટે તમે કહે છે એવું આંતરીક કારણ તે બરંજ,” રાજાએ કહ્યું..
હશે, જવા દ્યો એ વાત, અમારે વિચાર હવે જેમ બને તેમ મધુમતી તરફ જવાને છે. ત્યાં જઈ મધુમતીની વ્યવસ્થા નવેસરથી કરી સુધારા વધારા કરી શકાય, કેમકે સર્વને અનુકુળ આવે તેવું બંધારણ ઘડાય તેજ રાજા પ્રજા ઉભયને લાભ થાય.” ભાવડશાહે વાતની દિશા ફેરવી.
“થોડા દિવસ અમારી પણ મેમાનગતી સ્વીકારે. પછી. મધુમતી તરફ સીધા.” રાજાએ આગ્રહ કર્યો.