________________
( ૮૮ )
પણ આવીને તપનરાજને ખરી હકીકત જણાવી દીધી, “ કે એતા ભાવડશાહ અહીંથી અવા વેચવા ગયેલા, તે માળવરાજની કૃપા મેળવી પાછા પેાતાને વતન આવે છે. સાથે એપણ જાણી લીધુ કે મધુમતી આદિ ખારગામની કુરાઈ મેળવીને આવ્યા છે ને આ લશ્કરની ટુકડી વિક્રમરાજાએ એમને અર્પણ કરેલી છે. તપનરાજ દ્યુતના મુખે આ વચન સાંભળી આશ્ચર્ય પામ્યા, શું વિધિનુ વિધાન ? ”
,,
તપનરાજને હવે એક પ્રકારની નિરાંત થઇ, લડાઈની તૈયારી કરતા હતા તે તેા હવે પલટાઇ ગયું. પણ એક નવીન વિચાર સ્ફુર્યાં. ભાવડશાહ હવે પેાતાની ખરેખરીયા થયા, મધુમતી આદિ બારગામને એ માલેક, કાંચિપુ૨માં એમને પ્રવેશ મહેાત્સવ કરવા કે કેમ ! મહાન વિક્રમ નરેશે જેમનું આટલું બધુ સન્માન કર્યાં. માર્ગમાં પણ જે અનેક લેાકેાથી સત્કારાતા અહીં સુધી આવી પહેોંચ્યા, એવા પુર્ણ તરફ નગુણાઇ બતાવવી એ ઉચિત તે નજ કહેવાય.
રાજાએ ભાવડશાહના પ્રવેશ મહોત્સવની તૈયારી કરી ભાડશાહને ઘરે પણ સમાચાર પહોંચી ગયા, તેમણે પણ પ્રવેશ મહેાત્સવની તૈયારી કરવા માંડેલી, પણ રાજા પ્રવેશ મહાત્સવ કરે છે જાણી એમની સાથે ભળી ગયા.
તપનરાજ આડંબર પૂર્વક સામૈયુ કરી, ભાવડશાહને શહેરમાં લાવ્યા, વાજીંત્રના નાદથી, અશ્ર્વાના હણહણાટથી