________________
( ૮૭ )
પુરૂષ કાંપિલ્યપુર તરફ આવી રહેલી લશ્કરી ટુકટીના ખબર અધર શ્વાસે આપ્યા.
ભાંય
તપનરાજ આ સમાચાર સાંભળી વિચારમાં પડ્યા. ૮ વળી પાછી શકલેાકેાની ધાડ આવી પહોંચી કે શું ? કે કાઈ પરદેશીએ આવી પહેાંચ્યા. પણ અત્યારે એવા સમય નથી મહાન વિક્રમાદિત્યના માર ખાઈ નાસતાં પણ ભારે પડેલી તે શુ એટલી વારમાંજ ભૂલી ગયા હશે. ત્યારે શુ હશે, વળી આ લેાકેાતા લાટ દેશના રસ્તેથી આવે છે તે શુ માર્ગમાં એમને સામનેા કરનાર કેાઇ વીર પુરૂષ ન મધ્યેા. શું વિક્રમાદિત્યથી પણ આ વાત અજાણી હશે. હશે ગમે તે હાય તેઓ ચાલી ચલાવી કાંપિલ્યપુરના રસ્તે આવે છે તેા પછી મારે તા એમની મેમાની કરવી જ પડે. પણ એ મિત્ર છે કે શત્રુ એ જાણવાની પહેલી જરૂર છે. ”
એ લશ્કરની હીલચાલ જાણવાને તપનરાજના ચરપુરૂષા ભિન્ન ભિન્ન પાશાકમાં તીરની માફ્ક છુટયા. તપનરાજે પ લશ્કરની તૈયારી કરવા માંડી. એ દરમીયાન ભાવડશાહે કાંપિલ્યપુરની હદમાં આવીને એક ઘેાડેસ્વારને પેાતાને ઘેર સમાચાર આપવા રવાને કર્યો તે સિવાય પાતાના આપ્ત માણસાને પણ પાતાના ઘર તરફ વિદાય કરી દીધા હતા
એ માણસાએ કાંપિલ્યપુરમાં આવીને ભાવડશાહના આગમનના સમાચાર જણાવી દીધા ને પેલ! ચરપુરૂષોએ