________________
( ૮૨ ). કર્યો, પણ ભાવડશાહે માળવપતિને ભેટ તરીકે ધરી દીધા. માલવપતિ પણ વિચારમાં પડ્યા કે હવેતો કંઈક સારે બદલે આપો પડશે. એ વણકશાહે ઘોડા ભેટમાં ધરી દીધા તો હુંય માળવાનો ઘણી, એટલું જ નહિ પણ ભારતને મુકટમણિ મારે પણ મારી શક્તિ હવે બતાવવી જ રહી. જગતમાંય એવી નીતિ છે કે બેન, કે ભાણેજનું કાંઈપણ રખાતું નથી કાંઈ કઈ પ્રસંગે મત્યુ હોય તે બમણું કરીને પાછું આપવું પડે.
ભાવડશાહે વતનમાં જવાની તૈયારી કરવા માંડી, ને મહારાજની અનુમતિ પણ માગી. તેથી માલવપતિએ દરબાર ભરી ભાવડશાહની કદર કરવાનો વિચાર કર્યો.
એ દિવસ એવો પણ આવી પહોંચ્યો.અવંતીની રાજકચેરી રાજકર્મચારીઓ, તેમજ નાગરીકેથી ઉભરાઈ રહી. મેટા અમલદાર, સરદારે સામંત પિત પિતાની જગ્યા પ્રમાણે ગોઠવાયા, મંત્રીઓની પણ લાઈનદેરી બરાબર થઈ. ભાવડશાહ પણ પોતાના આખ્ત માણસો સાથે આવી પહોચ્યા. એક બાકી રહેલા માલવપતી પણ સમય થવાથી પધાયા. સર્વેએ મહારાજને યથાયોગ્ય માન આપ્યું. શત્રુઓ ઉપર રષ અને મિત્રે ઉપરને તેષ એમને કદીય ખાલી ન જતો. જેવુંનામ તેવાજ એ નરવીરના ગુણ હતા. બહુ રત્ના વસુંધરા નામ તેવા ગુણવાળા કેઈક પુરૂષ તે વિધિ ઉત્પન્ન કરેજ કેમકે જગત મહાન વિશાળ છે. દરેક કાંઈ પોતાના નામને લજવનારા તે નજ હોય.