________________
( ૮૪ ) મહારાજના હુકમ મુજબ તાંબાનું પતરૂ અને શિલ્પી આવી ગયા, સર્વે રાજદરબારીઓનાં મન જાણવાને આતુર થયાં, ભાવડશાહનું હૈયું ધબકવા લાગ્યું “મહારાજ શું લેખ કરી આપશે.શું કઈગામ આપશે, જમીન આપશે કે શું આપશે?”
શલ્પી પાસે પતરામાં લેખ કોતરાવી તૈયાર કરાવ્યું એને સેનાની ડબીમાં જરીયનથી વીંટી ભાવડશાહને અર્પણ ર્યો. શેઠ ? સૌરાષ્ટ્રમંડળ ઉપર મારી હકુમત છે, સમુદ્રને કાઠે આવેલું, વ્યાપાર કરવાની સગવડતાવાળું મધુમતી (મહુવા) બંદર આજુબાજુના બીજા બાર ગામ સહીત તમને ભેટ આપું છું. બાર ગામ સહીત મધુમતી ઉપર તમે રૂડી રીતે શાસન ચલાવે, પ્રજાને ન્યાયથી પાળ, અને એ આવકથી. તમારો જીવન નિર્વાહ ચલા સ્વતંત્રપણે હકુમત કરતાં તમને કોઈ પણ રાજા હરકત કરી શકે નહિ.” એમ કહી મહારાજે એ વંશપરંપરાનો લેખ અર્પણ કરી દીધો. તે સિવાય ઉત્તમ વસ્ત્ર શાલ દુશાલા વગેરે અર્પણ કર્યા. એમની તહેનાતમાં સૈન્યની એક ટુકડી પણ આપી. ભાદેવીની આવી અપૂર્વ પ્રસન્નતાથી ભાવડશાહનો આનંદ એના હદયનેજ અનુભવવા દ્યો. ભાવડશાહના લેખની વિધિ પૂર્ણ થયા પછી સભામાં બીજું પણ કેટલુંક કામકાજ થયું ને સભા વિસર્જન થઈ. સૌરાષ્ટમંડળના બીજા રાજાઓને પણ મધુમતી. સંબંધી સૂચના કરવાને ખેપીયા રવાને કરવા મહારાજે મંત્રીને આજ્ઞા આપી દીધી.