________________
( ૬ ) દિવાલે પણ એમની હયાતીમાં જ ડગમગી ગઈ. એમની અપાર સમૃદ્ધિ અખુટ સાહયબી અને અનંત સત્તા પણ એમની આંખો આગળ નાશ પામતી રંકની માફક તે જોઈ રહ્યા, એક વખતના મહાન ગણાતા માંધાતાને રોટલાના બટકા માટે પણ ટળવળાવવા જેટલી હદની એમની દશા કુદરતે જેત જેતામાં કરી નાખી હતી.
ભારતવર્ષની ધનાઢ્યતાની, જાહોજલાલીની, અને રમીયતાની કીર્તિ દેશ પરદેશમાં બહુ ગવાતી, હોવાથી એ કીર્તિને લઈને ભારતવર્ષને બહુ સહન કરવું પડતું. ઈરાન, અફગાનિસ્તાન, મધ્ય એશિયા અને ગ્રીસ વિગેરે દેશના લાલચુ રાજાઓએ પિતાના સરદારને અપાર સૈન્ય સામગ્રી આપીને ભારતની રમણીયતાને, એના સૌંદર્યને છિન્નભિન્ન કરવા મેકલેલા, જેથી ભારતને કોઈ કોઈ વાર ધાણું સહન કરવું પડેલું.
ગર્દભિલ્લ રાજા અનાચારી હોવાથી પ્રજા ત્રાહી ત્રાહી પિકારી રહેલી, એવા સમયમાં શક લોકોના ટોળે ટોળાં ભારતવર્ષ ઉપર ઉતરી પડ્યાં, મોટા શાખી સામતને આગળ કરી એમણે ભારતની સૌદર્યતા નષ્ટ કરવામાં મણા ન રાખી. તેઓ ગુજરાત–લાટદેશમાં આવ્યા ત્યાંથી જીતતા જીતતા માળવા તરફ ધસ્યા.
ગર્દભિઠ્ઠ રાજા રસભી વિદ્યા સાધીને મદોન્મત્ત બની