________________
( ૭૪ )
પાપકારને માટે હતું. જેવા એ દીન, દુઃખી તરફ દયાવંત હતા તેવીજ રીતે શત્રુઓ માટે એ નરસિંહ હતા સાક્ષાત્ પરાક્રમને! અવતાર હતા. એવા સર્વગુણસંપન્ન, પ્રજાને પ્રાણપ્રિય સમા પુરૂષશ્રેષ્ઠ રાજા જગતને મેાટા ભાગ્યેજ મળે, માટા પુણ્યથીજ એવાની શિતળ છાયામાં રહેવાનું બને.
પેાતાના પરદુ:ખભંજનપણાથી સારા ભારતવર્ષના નવે ખંડમાં એ નરવરની નામના થયેલી હતી. બાળકથી વૃદ્ધપર્યં ત સવે કેાઈ એ નામથી જાણીતાં થયાં હતાં. પ્રાત:કાળના સમયમાં પણ એ પુરૂષવરનું નામ લેાકેા સ્મરણ કરવા લાગ્યા. એથી વિશેષ યાગ્યતા બીજી શી હાઈ શકે !
એ પુરૂષની કીર્તિ સારાષ્ટ્ર મંડલમાં પણ ફરતી ફરતી આવી. એવા ગુણાથી આકર્ષાયેલા ભાવડશાહ પણ એ નરપુંગવના નગરમાં જવાને આતુર થયેલા હતા. તે યથા સમયે અવંતીમાં આવી પહાચ્યા ને અવતી પાર્શ્વનાથનાં દર્શન કરી જીવનની સાર્થકતા કરી. માલવપતિ સમીપ જવા માટે સમય પણ નકકી કરી લીધે.
માલવપતિ જેવા સર્વ શ્રેષ્ઠ પુરૂષને મળવું એ ભલે બીજા રાજાએ માટે અશકય હાય, પણ ગમે ત્યારે ને ગમે તે સમયે માલવપતિની મુલાકાત લઈ શકાતી હતી. રંકથી અમીર પર્યંત દરેકને માટે એ મુલાકાતના સામાન્ય ક્રમ