________________
( 199 )
શેઠની ભક્તિ જોઇ માલવપતિ હસ્યા, ઠીક તમારી મરજી પ્રમાણે થશે, ત્યારે તા હાલમાં તમે થાડા વખત અમારા મેમાન થાઓ. ”
માલવપતિએ રાજદરબારમાં ભાવડશેઠને ઉતારેા આપ્યા, એમની ખીજમતમાં નાકરે સાંપી દીધા, ને તમામ અભ્યાને રાજાએ ઘેાડારમાં મેકલી આપ્યા. એ તે રાજાની મેમાનગતી, એમાં તે શું ખામી હાય, ભલે હમણાં એમને રાજ્યની મેમાનગતીના લાભ લેવા દ્યો. મુસાફરીને પરિશ્રમ ઉતર્યા પછી જોઈ લેવાશે.
પ્રકરણ ૧૧ મુ.
પ્રસન્નતા.
“ રે! સમજ મન માનવી, પુરૂષ નહી બલવાન; રાઇના પર્વત કરે, જગમાં એ મલવાન.
29
મેમાનગતીમાં પદ્મર દિવસ નિકળી ગયા. તે દરમીયાન માલવરાજે એ એક વણીય અભ્યાને અનેક રીતે ખેલાવી જોયા. વળી યુદ્ધના સમયમાં એ કેવા ઉપયાગી છે તે માટે પણ અવાની પરીક્ષા કરી. સર્વ રીતે એ અવા અશ્વના