________________
( ૭૬ ) ક્યાં છે તે અશ્વો? ” અહીંજ હું અત્યારે હાજર કરૂં છું.” પિતાના માણસ માતે એક વર્ણના સેંકડે અશ્વો ત્યાં હાજર કરવામાં આવ્યા, વિકમરાજાએ એ સર્વે અશ્વોનું અવલોકન કર્યું. આ ઉત્તમ જાતિવંત અશ્વો એમને પણ પસંદ પડ્યા, “ વાહ ! શેઠ તમે અશ્વોના પરીક્ષક તે બરાબર છે?”
એ અશ્વ લક્ષણશાસ્ત્ર પ્રમાણે માલેકના ગૌરવમાં વધારે કરનારા, યશ, આબરૂ, અને સામ્રાજ્યમાં વૃદ્ધિ કરનારા ઉત્તમજાતિના રત્ન સ્વરૂપ છે. ઝવેરીજ એની પરિક્ષા કરી શકે. ” ભાવડશાહે કહ્યું.
“ તમારા તમામ અકે હું પુરતી કિંમત આપીને ખરીદી લઈશ. હાલ તે તમે સુખેથી અમારા રાજ્યના મેમાન થાઓ. ” રાજાએ કહ્યું.
દેવ ! એ સર્વે અને આપને ભેટ તરીકે આપવાનો મારે સંકલ્પ છે. આપ તે મહાન છે, ભલે કિમત આપરવાની આપની ઈચ્છા હોય, પણ કિંમત લેવાની મારી મુદલે ઈચ્છા નથી. મુજ ગરીબ ઉપર કૃપા કરી આટલી નજીવી ભેટ સ્વીકારે એજ મારી અભિલાષા. તેજ અહીં સુધી આવ્યાને મારે પરિશ્રમ સફળ થાય.”