________________
( ૭૩ )
સર્વે કાઇ એમના નામ તથા કામને જાણે છે. પરદુઃખ ભજનપણાથી, ગરીખના એલી થવાથી, અનાથેાના આધાર થવાથી તેમજ પૃથ્વીને અનૃણી કરવાથી પેાતાના સંવત્સર ચલાવી એમણે ખુબજ નામના મેળવી હતી. મહાકાલેશ્વર મહાદેવના એ પરમભકત, પણ સિદ્ધસેનદિવાકરસૂરિના સમાગમમાં આવતાં જૈન ધર્મના રંગ લાગેલા, મહાદેવના લિંગમાંથી અવતી પાર્શ્વનાથની અદ્ભૂત પ્રતિમા ચમત્કારિક રીતે પ્રગટ થયેલા સાક્ષાત્ પેાતાની સગી ચક્ષુએ જોયેલી પછી શું કહે ? એ સૂરિના જાગતા પ્રભાવ નજરે નિહાળેલા એટલે ત્યારથીજ એ મહાકાલેશ્વરમહાદેવને બદલે મહાકાલ મંદિરમાં સ્થાપન કરેલા અવતી પાર્શ્વનાથને ભકત થયેલા હતા.
એના સામ્રાજયમાં પ્રજાને સ્વપ્નામાં પણ દુ:ખ ન હતું. ત્રાસ, જુલમ, અનીતિ યકિચિતે નહાતા. પરદેશી લેાકાની ચડાઈથી ઉત્પન્ન થયેલાં દુ:ખેા સમય જતાં ભૂલાયાં હતાં, લેાકેા પેાતાના એ કારમે સમય હવે ભૂલી ગયા હતા.
પરાક્રમી વીર વિક્રમમાં કયા ગુણ નહાતા, રાજાને ચેાગ્ય સર્વ ગુણા એનામાં નિવાસ કરી રહેલા હતા. જેવા એ અવતી પાર્શ્વનાથના ભક્ત હતા તેવાજ દાતાર હતા, ગરીબા માટે, દુ:ખીયાઓ માટે, નિરાધારા માટે, એની લક્ષ્મી, સાહયખી, રાજ્યઋદ્ધિ હતાં, વિશેષે કરીને એનું જીવિત પણ