________________
( ૭૨ ) જીવવાની આશાએ જે રહયા તે પોતાના વતન તરફ પલાયન કરી ગયા. આ અનિત્ય સંસારમાં એમજ ચાલ્યા કરે છે. એકનાં અસ્તમાંજ બીજાનો ઉદય થાય.
એ પુરૂષે માળવાની રાજ્યધાની અવંતિમાં ધામધુમથી પ્રવેશ કર્યો ને શુભ મહ તખ્તનશીન થઈ માળવામાં પિતાની આણ પ્રવર્તાવી. પોતાનું રાજસિંહાસન મજબુત કર્યા પછી લશ્કર સહિત દિગ્વિજય કરવા નિકળી પડ્યો, ગુજરાત–લાટ, સોરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર હિદુસ્થાન તથા દક્ષિણ હિંદુસ્થાન તેમજ પૂર્વ, પશ્ચિમ સારા ભારતવર્ષમાંથી શકલેકોને હાંકી કાઢી પિતાની સત્તા સ્થાપના કરી. સર્વે રાજાઓએ એ નરવરનું સ્વામિત્વપણું સ્વીકાર્યું. એક વાર ફરી પાછુ આર્યાવર્ત ઉપર રામરાજ્ય સ્થપાયું.
એ પુરૂષ તે બીજે કણ હોય પણ એ સર્વશ્રેષ્ઠ પુરૂષજ વીર વિકમ. એના સંબંધમાં લેકવાયકા હતી કે અવંતિપતિ ગર્દભિલ્લ રાજા શક લોકોની સાથેના યુદ્ધમાં હારીને નાશી ગયે, ત્યારે એની રાણે પણ સમય મળતાં પુત્રની સાથે નાસી છુટી ગમે તે ઠેકાણે આશરે મેળવ્યું હોવાથી ઉમરમાં આવતાં એ પુત્રે પિતાનું રાજય પાછું મેળવ્યું, ન ઘણુયાતા થયેલા અવંતીએ ફરી પાછો એગ્ય ઘણું મેળવી પિતાનું ગૌરવ વધાર્યું.
માલવપતિ વીર વિક્રમ જગત્ પ્રસિદ્ધ હતા. આબાલવૃદ્ધ