________________
( ૭૦ ) ગયે હતો. શક લેકે પિતાની ઉપર ચઢી આવે છે એ જાણવા છતાં પોતાની વિદ્યાને જે તે ગાફીલ રહ્યો. એ રાસથી વિદ્યાને પ્રભાવ અદ્ભુત હતો. આઠમ ચદશના દિવસે નાહી પવિત્ર વસ્ત્ર ધારણ કરી રાજા ૧૦૦૮ વાર ગર્દભી વિદ્યાને મંત્ર જાપ કરતો, એ જાપ પૂરો થતાં રાસ ભીવિદ્યા રાસથી સ્વરૂપે નગર બહાર પ્રગટ થઈ. કુંકાર શબ્દ કરતી, જેની ગર્જના સાડા ત્રણકેશ પર્યત સંભળાતી, એ હદ દરમીયાન એ અવાજ શત્રુનાં કાને પડતાં ત્યાંજ તે મરણ પામતે. શત્રુ કે શત્રુનો માણસ એ મનુષ્ય કે પશુ ગમે તે હોય પણ તેને મૃત્યુ સિવાય બીજો છુટકેજ નહોતો.
રાસભી વિદ્યાથી ગર્વિત થએલા ગર્દભેદ્યની ગુહ્ય હકીકત શાખી સરદારોએ ભેદુ માફતે જાણું એનો ઉપાય શોધી કાલ્યો. જે સમયે રાસભી વિદ્યા ગર્દભ સ્વરૂપે કુત્કાર કરે તે સમયે શબ્દવેધી ૧૦૮ પુરૂષોને તૈયાર કરવામાં આવ્યા તેમણે સમકાલે ૧૦૮ બાણેથી રાસલીનું મેં ભરી દીધું, એ યુક્તિથી રાસથી વિદ્યા નષ્ટ થઈ ગઈ. રાસથી વિદ્યા નષ્ટ થવાથી ગર્દભિલ્લ ગર્દભ જેજ સાક્ષાત્ બની ગયા. શક લોકેએ અલ્પ પ્રયાસમાં એને જીતીને પકડી લીધે, માળવા દેશની રમણીયતાથી લેભાઈ શકલેકેએ ઉજ્જયિનીમાં રાજ્ય સ્થાપ્યું, બીજા સરદારોએ બીજા દેશો ઉપર આણ વર્તાવી એમ માળવા, લાટ, સોરાષ્ટ્રમંડલ વગેરેમાં સિથિયન લાકનાં રાજ્ય ચાલ્યાં.