________________
જગત પ્રસિદ્ધ પુરૂષનાં ચરણ કમલથી પાવન થયેલી ભગવાન. મહાવીર સ્વામીના સમયમાં એમના ભક્ત શ્રાવક રાજા ચંદ્ર પ્રદ્યોતે ઘણાં વર્ષ પર્યત શાસન ચલાવેલું. એ રાજા જીવંત સ્વામીની પ્રતિમા વિત્તભયનગરથી અહીંયાં લાવેલા. એમની પછી એના પૌત્ર પાલકને રાજ્ય અમલ ચાલ્યા, ને વીર સંવત ૬૦ માં નંદ રાજા થયે એમ નવદેના અધિકાર પછી ચંદ્રગુપ્તને રાજ્ય અમલ ચાલે. એમના મૌર્ય વંશના રાજ્ય અમલ દરમીયાન એ રાજાઓના પુત્રો અહીંયાં રહી માળવાની સુબાગીરી જોગવતા, એ મુજબ અશક, કુણાલ અને મહાન સંપ્રતિ એ સર્વેએ અહીંયાં હકુમત ભેગવેલી હતી. વેળી આર્યસહસ્તી સ્વામી મહાગિરિ સાથે જીવંતસ્વામીની પ્રભાવિક પ્રતિમાને વંદન કરવા આવેલા, આવા મહાપુરૂષોના પાદપક્વથી આ નગરી પાવન થયેલી હતી.
મહાન સંપ્રતિ પછી પણ કઈક ઉથલપાથલ આ નગરીમાં થઈ ગઈ, કઈક રાજાઓ આવ્યા અને ગયા. કેટલેક સમયે અને વિક્રમ સંવત પહેલાં ગર્દભિલ નામે રાજા અવંતીના સિંહાસને આવ્યું. રાજા ગભિલ કામી અને વિષયલંપટી હતા. પ્રજાની બેન બેટી ઉપર કુનજર કરનારા જુલમગાર રાજાઓ અતિ વિશાળ શક્તિવાળા ભલેને હોય, ભલે તેઓ પાસે દેવિક શક્તિ હોય અથવા તો દેવતાના સાનિધ્યવાળા હાય પણ અનીતિ કરનારા દુરાચારી રાજાઓનાં રાજ્યપાટ આખરે હતાં ન હતાં થઈ ગયાં, એ લોખંડમય મજબુત