________________
( ૧૮ ) વ્યાપાર કરી આજીવિકા ચલાવું છું. ભલે આપ માલેક છે, રાજા છે. પણ આપ ન્યાય અન્યાય તે સમજશેજ. આપ રાજા થઈને પ્રત્યક્ષ અનીતિ કરશે. બળજબરીથી પ્રજાના જાનમાલ ઉપર ત્રાપ મારશો, તો આપના હજુરીયાઓ, આપના અમલદારે પણ એવું જ શીખશે. જ્યારે આપના તાબાના નોકરો પણ પ્રજાના જાન માલ ઉપર ત્રાપ મારતાં આપનાથી આગળ વધી જશે ત્યારે પ્રજા કેટલું સહન કરશે. આવું શાંતિનું રાજ્ય અશાંતિમય થઈ જશે, ઠેઠ માલવપતિ પાસે રાવ જશે ત્યાં તો અન્યાયીના પાયા ઉખડી જશે ને છેવટે તમને નુકશાન જ થવાનું, માટે રાજાએ તે ન્યાય નીતિથી જ વર્તવાનું, જુલમગારોથી પ્રજાને સહિસલામત રાખી રક્ષણ કરવાનું, ચુગલી કરનારાઓને સજા કરવાનું અને દુર્જનોથી સજનોનું રક્ષણ કરવાનું વર્તન રાખવું જોઈએ. જ્યારે આપ ઉઠીને અમારી ઉપર ત્રાપ મારશો પછી આપની એમાં શોભા શી? વાડજ જ્યારે ચીભડાં ચારે ત્યાં બીજે શું ઉપાય. એ વાડને મૂળમાંથી જ છેદવી પડે ?”
ભાવડશાહનું કથન રાજાના હૃદયમાં હાડેહાડ પ્રણમી ગયું. અન્યાય કરે રાજાને ઠીક ન લાગે. રાજા એટલે બધે દુર્જન અને મુ ન હતું, મનમાં સમયે એથી ભાવડશાહના વચનની અસર થઈ. એ સમય સારો હોવાથી મનુષ્યો પણ બધા સરલ સ્વભાવી હતાં. દુર્જનો પણ પિતાની