________________
( ૬૨ ) વ્યવસ્થા હતી. ખુદ તપનરાજ સિવાય એના ઉપર અવારી કરી શકે એવી ગ્યતા કેઈનામાં નહોતી. એ વહાલા. કિશોર વિના આજે ભાવડશાહનું વિશાળ મહાલય પણ શૂન્ય હતું. જેને પ્રતાપે આવી વિશાળ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ હતી એવા એ અશ્વકિશોરને કણ નગુણો ભૂલી શકે ? | એ કિશોર પૂર્વભવને કઈ કરજદાર હશે, એ કરજનાં વ્યાજનાં વ્યાજ વધી ગયેલાં, વ્યાજ સાથે એ કરજ ભરપાયે કરવાને અવ રૂપે એ ભાવડશાહને ત્યાં ઉત્પન્ન થ. એ કરજ એમનું ચુકતે કરી રાજમહાલયનાં સુખ ભેગવવા ચાલ્યો ગયો. જગતમાં એવી નીતિ જ છે કે એકબીજાને રૂણાનુબંધ પૂરો થતાં ગમે તેવી સ્થિતિ છતાં કેઈ રહેતું નથી. સર્વ કેઈ એકબીજાનું કરજ ચુકત થતાં પિતાપિતાના માર્ગે રવાને થાય છે એનું જ નામ સંસાર કહેવાય.
સંસારની ઘટમાળનાં જાણકાર હોવાથી ભાવડશાહ અને ભાગ્યવતી શેઠાણીએ મનને મનાવ્યું. જ્યારે જ્યારે એમને કિશોરને જોવાની ઉત્સુકતા થતી તે વારે રાજદરબારમાં જઈ જોઈ આવતાં. વ્યાપાર રોજગારને અનેક પ્રકારને વ્યવસાય ભાવડશાહે વધારેલો છતાં ભાવડશાહના મનમાં કંઈક જુદી જ વાત રમ્યા કરતી હતી.
રાજાના ધનથી એમણે અનેક પ્રકારની ઘડીઓ ખરીદ કરવા માંડી. પિતે અશ્વલક્ષણના જાણકાર હતા.