________________
( ૬૫ ) પરીક્ષા કેણ કરી શકે. તપનરાજ અશ્વ પરીક્ષક તો છેજ પણ વારંવાર એની પાસે જવાથીય શું. એ કાચા કાનને હેવાથી વળી કોઈને ભમાવ્યો ભમીને અવળું વેતરી નાખે માટે સવેળાએ કાંઈક રસ્તે કરવો ઠીક.”
શેઠાણું ભાગ્યવતીને પણ લાગ્યું કે આ અને કઈ પરીક્ષક મળે તે ઠીક, ઠેકાણે પડે અને પોતાને દ્રવ્યની પ્રાપ્તિ થાય.
“અને પરદેશ લઈ જવામાં આવે તોજ ઠીક. પરદેશ જવાથી માણસને અનેક પ્રકારનો અનુભવ થાય, બુદ્ધિનો વધારે થાય, સારા બેટા ભાગ્યની પણ કસોટી થાય, તે અને ખરીદનાર પણ કોઈ મળે.” શેઠાણીએ એક દિવસ ભાવડશાહની આગળ વાત કાઢી.
“ મારો પણ વિચાર થાય છે કે કાંઈક રસ્તો કાઢવા જોઈએ, ઘેર બેઠાં કાંઈ દિવસ વળવાને નથી, ઉદ્યમ કર્યા વગર ઓછું જ ફળ મળે, એ તો ફરે તે ચરે ને બાંધ્યું ભૂખે મરે, ” ભાવડશાહે કહ્યું. '
જેકે દેવ કૃપાએ આપણે ત્યાં ધનની કાંઈ કમી નથી છતાં પણ આ અને માટે કાંઈક કરવું તે જોઈએ. ”
“અને તે માટે મને પણ વિચાર થાય છે કે પરદેશ