________________
( ૩ ) - લક્ષણશાસ્ત્રના નિયમ પ્રમાણે એમને જે જે ઘડીએ મળતી ગઈ તે સર્વે ખરીદી શરૂ કરી. રાજા પાસેથી ગામ બહાર જમીન ખરીદ કરી એક વિશાળ અવશાળી બંધાવી, ઘોડીઓની વ્યવસ્થા માટે માણસની નિમણુક કરી. પોતે દેખરેખ રાખતા તેમ જ પિતાને ઘણો સમય અશ્વસેવામાં જ વ્યતિત કરવા લાગ્યા.
જેને જેવી લેણ દેણી. ભાવડશાહને સમજાયું કે આ ધંધામાંજ કદાચ પિતાને મોટો લાભ થશે, અથવા તો જેવી ભવિતવ્યતા હોય તેવીજ મતિ થાય, જે વસ્તુમાંથી ધન પ્રાપ્તિ થવાની નિમણુ હોય છે તેનાજ વ્યવસાય કરવાની તેની વૃત્તિ થાય છે. ભાવડશાહને ભાવાગે ઘોડીઓ ઉછેરવાનો શોખ લાગે.
માણસ ધંધો ગમે તે કરે, ધંધો કરવામાં માણસની માણસાઈ કાંઈ નષ્ટ થતી નથી એને સંભાળવાનું એનું મનુષ્યત્વ, પ્રમાણિકપણું સત્ય અને વ્યવહારિક નીતિ. બાકી ધંધે તે સારામાં સારો છે કે સમાજ સેવાને, સાહિત્ય સેવાનો, લેકેને સારે માગે કેળવવાનો-દોરવાનો, રૂડો ઉપદેશ આપ વાને એવા સારાધંધામાંય નર્યો દંભ ભર્યો હોય, પ્રમાણિક્તાને નામે મીડું હોય. બીજાઓને ઉત્તેજન આપવાને બદલે, અન્યનાં લોહી ચુસી એમની મહેનતથી પોતાને સ્વાર્થ