________________
રાજાએ ભાવડશાહને તે સિવાય બીજી પણ અનુકૂલતા કરી આપી જેથી ભાવડશાહે પણ હવે એ જીર્ણ મકાનને દેશવટ આપી સારું સગવડતાવાળું મકાન રાખી રંગ રેગાનથી એ મકાન રીપેર કરાવ્યું, ને કેટલુંક નવીન કરાવી અનેક સગવડતા વધારી ભવ્ય મહાલય જેવું બનાવી દીધું. શુભ મુહુર્ત એમાં નિવાસ સ્થાન પણ .
સૌભાગ્ય શેઠાણું પણ હવે “ યથાનામાં તથા ગુણ. ” વાળાં થયાં, આજ સુધી એમના નામમાં એને શંકા થતી. એમનું નામ અને ભાગ્ય જુદું હોવાથી પોતાના નામથી એમને દુઃખ થતું પણ હવે તો એ દભાગ્યનો જમાને વહી ગયે ને લક્ષ્મીદેવીની કૃપાથી સારા દિવસે આવ્યા. બેટામાંથી પણ સારું થતું જણાયું.
સુખ, સગવડતા, અદ્ધિ, સિદ્ધિનાં દર્શન થતાં નેકર, ચાકરે, દાસીઓ, હવે તે ઘરમાં ફરવા હરવા લાગ્યાં. વ્યાપાર રોજગાર પણ વધાર્યો, એ વ્યાપાર માટે શેઠે મુનિમે, મેતાઓ, ગુમાસ્તાઓ વગેરે રાખી લીધા. એ બધુંય છતાં આજે એમને ત્યાં એક વસ્તુ ન હતી. અને તે એમને પ્રિય હાલે કિશોર !
કિશોર તે હવે રાજદરબારમાં શોભી રહ્યો હતો. કિશોરની તહેનાતમાં આજે અનેક માણસો હતાં. કિશોરને રહેવાને માટે ભવ્ય મકાન હતું, ખાન પાન માટે મન ગમતી