________________
( ૧૭ ) આ અવ માટે, આ અશ્વ તારે ત્યાં કેટલા વખતથી છે? મારે લાયક આ ઉત્તમ અવ તેં તારે ઘેર રાખી રાજદ્રોહ કર્યો છે સમયે.”
રાજાની વાણી સાંભળી ભાવડ ચમક. એને લાગ્યું કે રાજાના કાનમાં કોઈએ વિષની કુંક મારી છે. “ અન્નદાતા ! હું એક મુફલીશ આપની રેયત છું, આ અવ આપને લાયક છે એ પણ હું કબુલ કરું છું. આપ જેવા મોટા માણસની ખાતર અને મેં જતનથી ઉછેર્યો છે. ઘણી કિંમતે એની માતાની મેં ખરીદી કરી હતી. જે રકમ હજી ધર્મચંદ્ર શેઠની બાકી છે. આ અવની ઓછામાં ઓછી કિમત ત્રણ લાખ સુવર્ણ મહોર છે. આપ એના ગ્રાહક થાઓ. આ મારે કિશોર આપનેજ એગ્ય છે. અશ્વના પ્રમાણમાં આ કિંમત નજીવી છે. ”
“ પણ એ કિંમત માગવાને તમને હક્ક શું છે. બાપુના રાજ્યમાં જે ઉત્તમ ચીજ હોય એને કાયદેસર હકદાર ગામધણી જ પહેલાં હોય, ઘર ધણી તે પછી જ.” કાલસિહે વચમાં ટાપસી પુરી.
શેઠ ! તમારે એ અશ્વ મને ભેટ કરવો જોઈએ, રાજ્યમાં એમની કિંમત થશે, તમારા કરતાં એની સેવા ચાકરી સારી થશે.” તપનરાજાએ કહ્યું.
“ અન્નદાતા? હું પણ સામાન્ય સ્થિતિવાળો છું.