________________
( ૧૬ ) પ્રતિહારીએ ભાવડ શેઠને ઘેર આવી રાજાને હુકમ સંભળાવ્યું. રાજાને હુકમ સાંભળી શેઠ શેઠાણ વિચારમાં પડયાં. ” રાજાની શી ઈચ્છા હશે. ? ”
વિચાર કરવાને અવકાશજ ક્યાં હતો. એ બાલકિશોરને લઈને નવકારમંત્રનું સ્મરણ કરતા શુભ શુકને ઘેરથી નિકળી ભાવડશાહ રાજદ્વારે આવી પહોંચ્યા.
પ્રતિહારીએ ભાવાશેઠનું આગમન રાજાને જણાવી દીધું. રાજા તરતજ બાજી બંધ કરી ગેલેરીમાં આવ્યો એની પછવાડે હજુરીયાઓ પણ આવ્યા. કાલસિંહે જાણ્યું કે * ભાવડ હવે હતો તે થઈ જવાનો, એના જીવન પ્રાણુ અવ હવેથી રાજદ્વારેજ શોભવાનો. આજ સુધી એ બાલકિશોરની સેવા ચાકરી કરી એજ એને નફે.”
રાજાએ એ કિશોરને નિહાળે. ધારી ધારીને નિહા
એ પણ અવનો પરિક્ષક હતો. કાલીયાના વચન કરતાં પણ અવની ઉત્તમતા જણાઈ રાજ ઘણે જ ખુશી છે. ભાવડશેઠને પોતાની પાસે લાવ્યા.
તપનરાજ દિવાનખાનામાં આવી એક સુંદર સિંહાસન ઉપર બેઠે, જમીન ઉપર પાથરેલા ગલીચા ઉપર હજુરીઆઓ બેઠા. ભાવડ રાજા સામે બે હાથ જોડી ઉભે રહ્યો.” આ સેવકને અન્નદાતાએ કેમ યાદ કર્યો.”