________________
( ૧૫ )
અશ્વને એના જેવા રંકને ત્યાં આપી ભગવાને પણ શું ભૂલ કરી નાખી હશે ? ”
તું જેમ જેમ વખાણે છે તેમ તેમ મારા મનમાં અધિરાઈ વધતી જ જાય છે. એને જોવાની હવે તો તાલાવેલી જાગી. ”
“ બરાબર છે. આપના રાજ્યમાં ગમે ત્યાં કઈ ઉત્તમ વસ્તુ હોય તે પ્રથમ એની ઉપર આપનો જ હક્ક કહેવાય, પછી આપની જ વસ્તુ આપને ત્યાં લાવતાં શી વાર? એના જેવા રંકને ત્યાં તે એ વસ્તુ શોભે. આપે ભાવડને બોલાવી એ વસ્તુ ઑપી દેવા કહી દેવું એટલે પત્યુ. ” કાલસિંહ રાજામાં લેવૃત્તિ જગાડી. પિતે જેવો હતો તેવે માર્ગે રાજાને ખેંચે.
ઠીક છે ત્યારે હમણાંજ હું એની વ્યવસ્થા કરૂં છું. ” તપનરાજે એમ કહીને હાંક મારી. ” અરે કોણ છે ચોકી ઉપર ? ”
“જી હજુર ! શું હુકમ છે ? ” બે હાથ જોડી પગે લાગતો એક પ્રતિહારી રાજનું સન્મુખ ઉભે રહ્યો.
જા, ભાવડ શેઠને એમના સુંદર અવ સહિત હાજર કર ? જ જલદીથી એકદમ હાજર કર ? ” રાજાએ ફરમાન છોડી દીધું.