________________
( ૯ ) આવે છે કે શું ! એવી એનામાં સમજવાની શક્તિ આવી હતી, પિતાનાં વખાણ જાણે એ સમજતો હોય તેમ હર્ષથી એનું કોમલ શરીર થનથની ઉઠતું હતું.
એ બાલ અશ્વના જન્મ પછી વ્યાપાર પણ વધતે. ચાલ્યા ને પસેટકે પણ આબાદી થતી ગઈ. એનાં સારાં પગલાંથી વ્યવહારમાં, ન્યાતિજાતિમાં, સગાંવહાલામાં પણ શેડ પૂછાવા લાગ્યા. નાનકડા હાટમાંથી મોટા વ્યાપારીમાં તે ગણાવા લાગ્યા. ભાગ્ય અનુકૂળ હોય ત્યારે શુળીનું પણ સિંહાસન થાય છે ને રાઈને પર્વત પણ ત્યારે જ થાય.
ભાવડશાહને જે કે કેઈની સાથે શત્રુના નહોતી, તેમજ કેઈને હૃદયમાં જરાપણ માઠે ભાવ થાય એવું એમનું વર્તન પણ નહોતું. છતાં આ વિશાળ જગતમાં કઈવાતે ખોટ ન હાય, જેમ સારા મનુષ્ય હોય છે તેવી જ રીતે ઝેરીલા, વગર કારણે પણ બીજાનું બગાડી મનમાં ખુશી થનારા મનુષ્ય પણ હોય છે. આ બાળ અવને જોઈ કેટલાક મનમાં ખુશી થતા, વખાણ કરી ધન્યવાદ આપતા તે કઈ એવા પણ હતા કે આ અશ્વને ભાવડશેઠથી વિખુટે. પાડવા માટે શું યુક્તિ કરવી, એવું શું કરીયે કે જેથી આ કિશોર ને બળજબરીથી કંઈ તફડાવી જાય, ને પાછો હતા તેવા ભાવડ કોથળી થઈ જાય, લેકે માનતા કે