________________
પ્રકરણ ૮ મું.
કુટિલતા. ઘડે જે કુટેલ તે ફરી સંપાશે શું ? દિવસના ઉજાસથી ઘુવડને દેખાશે શું ? ખેરના અંગારમાં જલની ધારા દેવાથી શું ? દુર્જનને ધર્મના લોકો કહેવાથી શું ?” પ્રભાતના સમયે કાંપિત્યનગરના રાજમહાલયના વિશાળ સુંદર દિવાનખાનામાં રાજા તપન પિતાના હજુરીઆઓ સાથે ચાપાટ ખેલી રહ્યો હતો. શાંતિને સમય હોવાથી રાજાઓ મોજશોખને એશઆરામમાં પિતાને સમય પસાર કરી રહ્યા હતા. લોકે પણ ઉદ્યોગી, મહેનતુ હતા, સર્વ કેઈ પિતાપિતાના ઉદ્યોગમાં સારી રીતે આગળ વધી રહેલા ખેડુતોની ખેતીવાડીમાં પણ રસકસ જણાતો, રાજ્ય પણ નીતિથી ચલાવવામાં આવતું હોવાથી રાજા પ્રજા ઉભયને શાંતિ હતી. રાજા પ્રજા સર્વે કઈ પોતાની શક્તિ પ્રમાણે નિવૃત્તિનો સમય મજશોખને વિનોદમાં વ્યતિત કરતા, એક હીજની ઈચ્છા થાય ત્યાં એકજ ચીજ જુદી જુદી જાતિમાં, અનેક સ્વરૂપે હાજર થાય ત્યાં રાજાઓને તે શી ચિંતા હોય!