________________
તાથી જેવા લાગ્યાં, શેઠશેઠાણ એ ઘડીની સંપૂર્ણ રીતે સેવા કરવા લાગ્યાં, ઘેડી ગર્ભવતી હોવાથી લક્ષણશાસ્ત્રના જાણ ભાવડશાહને લાગ્યું કે આ ઘોડીને વછેરે જરૂર જાતિવંત, લક્ષણવંત, કોઈ રાજબીજને મેગ્ય આપણી આશા પૂરી કરનાર થશે, એથી દુકાન કરતાં પણ ઘડીની સેવા તરફ એમનું ધ્યાન ખુબ ખેંચાયું.
જગતમાં ધમના મનોરથો પ્રાયઃ પૂર્ણ થાય છે. જે તે ખરેખર ધમી હોય તો, નહીતર તો જગતમાં પિતાને કોણ ધમી નથી માનતું ને કોણ આશા પણ નથી કરતું. માનવી માત્ર આશાના પાશથી બંધાયેલ હોય છે. અનેક પ્રકારનાં સંસાર તરફથી જુત્તાંના માર સહન કરવા છતાં માનવી એ અનેરી આશાપાશથી છુટી શકતો નથી. અનેક વારે નિરાશા મળવા છતાં એ આશાના અવલંબેજ જીવે છે. વારંવાર નિષ્ફળ થવા છતાં હજી એને આશા છે.
છતાં જગતમાં કોઈની આશા પૂરી થઈ છે! આશા તે આખરેય અધુરી જ છે. ગરીબને ધનવાન થવાની આશા, પછી સુંદર સ્ત્રીના ભેગવિલાસની આશા, નામનાથી અમરતા મેળવવાની આશા, પુત્રની આશા, પુત્રને સારા જોવાની આશા, એને પરણાવવાની આશા, પત્રનું નાનકડું કેમળ મુખ જોવાની આશા, જગતમાં વાહવાહ કહેવરાવવાની આશા, એ નાનકડા પિત્રના કાલાવાલા મધુરા