________________
( ૪૧ ) હ, પણ એની ઘોડીને કોઈ ગ્રાહક હજી સુધી થયેલો જણાયે નહિ. હવે દિવસ અપ બાકી હતો છતાં એની જોડીને કોઈ ગ્રાહક થાય એમ એને લાગ્યું નહિ, એની કિંમત સંભાળી લે કે ઉલટા એની મશ્કરી કરતા હતા. વગર કામના માણસો એકઠા મળી એ સોદાગરનું નાહક મગજ ખાઈ રહૃાા હતા, સાદાગર પણ બિચારે શું કરે ઘડી વેચાય તો આ પીડામ ઝટ છૂટો થઈ શકે તેમ હતું.
જાવડશેઠ પણ માણસોની ભીડમાંથી જગ્યા કરી જેમ તેને આગળ આવ્યા, એ સુંદર ઘેડીને નખશીખ પર્યત સુદ્દમદષ્ટિએ નિહાળી. ઘણા ઘણા વિચારપૂર્વક એનાં અંગ અને અંગોપાંગનું ઝીણવટથી અવલોકન કર્યું. અશ્વપરિક્ષામાં છે તે દરકાર હોવાથી ઘડીનાં વિશેષ વિશેષ લક્ષણોની તેમણે ખાતરી કરી. એમની આવી ચેષ્ટા જોઈ ત્યાં ભેગા થયેલા ટળી લોકે મજાક કરવા લાગ્યા. “કેમ શેઠ ? કરીદ કરવા વિચાર છે કે શું?”
બીજાએ તરતજ કહ્યું. “આજે સોદાગર સાહેબનું ભાગ્ય ઊઘડી ગયું હવે, ઘડીને આવો ગ્રાહક એમને બીજે કયાંય પણ નહિ મળે.”
અરે એવી એવી તો પાંચ ઘડીઓ એકી સાથે ખરીદ કરે એવા આપણા ભાવડશેઠ કેમ કાંઈ કમ છે કે?” ત્રીજાએ ઉમેર્યું.