________________
( ૩૯ )
પણ સારી રીતે ગુજરાન ચાલે તેવું મળે જતું હતું દિવસ પછી રાત્રી ને રાત્રી પછી દીવસની જેમ એમની મધ્ય રાત્રી પસાર થઈ ગઈ હતી પ્રાતઃકાલની આછી સોનેરી ઝાંખીને રમણીય સ્વાદ બહુ દૂર તો નહોતો જ.
આજે જ્ઞાની મુનિઓને લાભ એ કઈ મહદ્ ભાગ્યને પ્રસંગ હતો. જગતમાં એવા એક સામાન્ય નિયમ છે કે પ્રાણીઓને અચાનક જેમ દુઃખો આવે છે. એ એક દુઃખમાં બીજ અનેક દુઃખે જેમ ડાકીયાં કરી મીટ માંડી રહેલા હોય છે. સુખે પણ તેવી જ રીતે અનુકૂળ ભાગ્યયેગે અકસ્માતના આવે છે. બધા દિવસ કાંઈ સરખાતો કોઈના ઓછાજ જાય છે.
ભાવડશેઠ જમી પરવારીને દુકાનમાં બેઠેલા ત્યાં એમનું ચિત્ત આજે પ્રસન્ન હતું. વિચારનાં અનેક મેજાં હૃદયમાં ઉત્પન્ન થતાં ને ચાલ્યાં જતાં ઘડી ખરીદવાની વાત શેઠાણીએ તેમને કહી હોવાથી સંબંધી અનેક વિચારો મનમાં ચાલ્યા જ કરતા હતા.
ત્રણ પ્રહર દિવસના વહી ગયા ને ચોથા પ્રહરની શરૂઆત પણ થઈ ચુકી. એમની નાની હાટડી બજારના મધ્ય ભાગના ચેકમાં હતી. ચોક એ કાંપિલ્યપુરની બજારમાં અગ્રેસર બજાર હતી. ત્યાં અનેક વ્યપારની ઉથલપાથલ થયાંજ કરતી ને આખો દિવસ માણસોની બદી રહ્યાં કરતી હતી લોક વાતો કરતા કે ત્યાં તે સોનાની ની વહ્યા કરતી.