________________
( ૩૪ ) મહાન ધૂર્ત લાકે થશે, શ્રાવકમાં પણ આ ચેપ વિશેર્ષથી જોવામાં આવશે. ભગવાનના વચનો સત્ય કરનારા મહાન દંભી વણકપુત્ર થશે, હશે કરશે તે ભરશે આપણે શું ?”
ભગવાને ભાગ્યું હશે તેવું તો બનશે જ. પણ હવે મારે વિચાર છે કે આ દ્રવ્યમાંથી આપ વ્યાપાર કરો તો ઠીક? વ્યાપારમાં જે આપણે કમાણું, ને વિધિ અનુકુળ થશે તે શેઠનાં નાણાં આપણે પાછાં ભરી દેશું. અત્યારે તે મળેલી તકને સદુપયોગ કરીયે એ ફીક? ”
એ વિચાર મને પણ ડીક જણાય છે. કયા વ્યાપારમાં એ દ્રવ્ય રોકવું અને હું એક બે દિવસમાં નિર્ણય કરીશ.”
એક નિશ્ચય કરી એ વાત ત્યાંથી જ સમેટી લેવાણું, બન્ને પોતપોતાની પ્રવૃત્તિમાં જોડાયાં. શેઠ કાંઈક નિશ્ચય કરી બજારમાં ગયા અને ખાવાપીવા માટે કેટલીક જરૂરી વસ્તુઓ ખરીદ કરી લાવ્યા ને પાછા બજારમાં દુકાનની વ્યવસ્થા કરવાને ચાલ્યા ગયા, સૌભાગ્ય શેઠાણીએ આજે ઘણે સમયે સ્વાદિષ્ટ રસોઈ તૈયાર કરી. શેઠે પણ તે દિવસથી દુકાનની શરૂઆત કરી દીધી ને વેપાર ચાલુ કર્યો.
એક દિવસે મધ્યાહ સમય થવા આવ્યા તોય શેઠ જમવા આવ્યા નહિ પણ એમને કોઈ બે જ્ઞાની