________________
( ૩૫ )
મુનિયે ફરતા ફરતા એમને ત્યાં ગોચરીએ આવી ચડ્યા મુનિઓને જોઈ શેઠાણની ભાવના વૃદ્ધિાંત થઈ ને વહારવા વિનંતિ કરી, મુનિઓ પણ એ જીર્ણ ઘરના આંગણામાં પ્રવેશ કરી ઉભા રહ્યા. શેઠાણીએ ભાવથી ઉત્તમ રસવતી મુનિપાત્રનાં વહરાવી બદલામાં ધર્મ રૂપી લાભ મેળવ્યો. એ જ્ઞાની મુનિએ શેઠાણીના ભાગ્યનું અને વર્તન માન સ્થિતિનું અવેલેકન કરી આશ્ચર્યથી સંસારની વિચિત્ર ઘટના ઉપર મસ્તક ઘણાવ્યું. જ્ઞાનદષ્ટિથી એમણે એમનું ઉજવળ ભવિષ્ય નિહાળ્યું–જોયું.
મુનિની એ રોણા શેઠાણીની નજર બહાર ન રહી. આપે કેમ મરતક ઘણાવ્યું.”
કંઈ નહિ એ તો સહેજ ! ” જ્ઞાનીએ વાત સંકેલી, લેવા માંડી.
પ્રભુ એક વાત પૂછું. મને લાગે છે કે આપ જ્ઞાની છે, મારા ભાગ્યયોગે આપનાં પૂનીત પગલાં મુજ રંકને આંગણે થયાં છે તો એક બે વાત પૂછી લઉ ? ”
તમારે શું પૂછવું છે? તમે તો ભાગ્યશાળી છે, મને રંક કણ કહે, તમારું નામ શું? શ્રાવિકે ! ” *
મારૂ નામ? મારૂ નામ મારી ફેઈએ ભૂલથી સોભાગ્ય અથવા ભાગ્યવતી પાડ્યું છે પણ ભગવાન્ ! અમે