________________
જન્મમરણની ગુફા પાર કરીને ઉચ્ચ પ્રકાશના અજર અમર અખૂટ આનંદમય સ્વસ્થાને શાશ્વત સ્થિતિ કરી શકાય એમ છે. માર્ગ અન્ધકારને લે અને અનવધિ (અમર્યાદિત) સતત નિર્ભેળ સુખની આશા રાખવી એ હળહળ ઝેર ખાઈ જીવવાની આશા રાખવા જેવું છે. અનાદિન વિષમ વિષમય મોહ-અજ્ઞાનના રાહે ચાલવામાં દુઃખ, દુદર્શા, પરાધીનતા અને વિટંબનાભર્યા સંસારમાં દીર્થ ભ્રમણ સિવાય બીજું કાંઈ જોવા ન મળે, એવી આત્માની વિકૃત અવસ્થાને અંત તે જ આવે કે આત્મા ઉચ્ચપ્રકાશના પંથે વળી જાય. ગ્રંથનું નામ “ઉચ્ચ પ્રકાશના પંથે શાથી? :
ઉચ્ચ પ્રકાશને પંથ મહાજ્ઞાની ચિરંતન આચાર્ય મહારાજે શ્રી યંત્રસૂત્ર નામના આ શાસ્ત્રમાં અદ્ભુત કેટિને બતાવ્યું છે. એના અનુસાર જે પિતાના જીવનને ઘડે છે, જીવન એના આદેશાના માર્ગે જીવે છે, તે ઉચ્ચ પ્રકાશના પંથે ચાલી રહ્યો છે એમ કહી શકાય. એટલા માટે આ ભાવાર્થ-ગ્રંથનું નામ “ઉચ્ચ પ્રકાશના પંથે? રાખવામાં આવ્યું છે. પંચસૂત્રના પદપદના અર્થનું શ્રવણ ચિંતન અને આત્મપરિણમન કરતાં કરતાં એવું આંતર સંવેદન થાય છે કે જાણે કેત્તર રાજમાર્ગો આત્મા કૂચ કરી રહ્યો હોય. “પંચસૂત્ર” અજ્ઞાનના પંથેથી પાછાવાળીને પ્રકાશના પંથે વિચરવાનું સચોટ દિગ્દર્શન કરાવી આંતરચક્ષુ ખેલવા પ્રેત્સાહન આપે છે.
એટલે પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કે સ્વાધ્યાય કરતાં કરતાં આત્મામાં નવનવી સંવેગ વરાગ્યની પરિણતિ, આંતરદષ્ટિને