________________
ખ્યાલ, ૩. પિતે ઉત્તમ ગુરુ માથે ધર્યાની જવાબદારીને ખ્યાલ અને ૪. પિતાના વ્રતનિયમાદિ ધર્મસ્થાનની જવાબદારીનો ખ્યાલ માણસને પતન પામવા નહિ દે, બલ્ક ઉચે ચડાવશે. “ધર્મ– રત્નપ્રકરણ”, શાસ્ત્રમાં આ જાત-કુળ અને ગુરુના ખ્યાલ પર એક પ્રસંગ છે.
બ્રાહ્મણ ઉપાધ્યાય પાસે ભણતા અંગષિને તથા રુદ્રકને ગુરુએ જંગલમાંથી લાકડાં લઈ આવવા કહ્યું. અંગષિને સૂકાં લાકડાં જલદી મળ્યા નહિ, એટલામાં રુદ્રક લહેરથી ફરી પછી લાકડાં લઈ જતી એક ડોશીને મારી નાખી ઝટપટ એને લાકડાં લઈ આવી ગુરુને કહે છે - પેલે અંગર્ષિ તે નદીએ રખડતે હતો. ભાઈબંધ હવે એક ડોશી બિચારીને મારી એનાં લાકડાં લઈને આવે છે. ” ગુરુ ગુસ્સે થયા. એટલામાં અંગર્ષિ આવ્ય, ગુરુ કહે, “નાલાયક! આ રીતે લાકડાં લાવવાના ? જા ચાલી જા અહીંથી. મને તારું મેં ન બતાવીશ.” અહીં અંગાર્ષિ ગુસ્સાનો ખુલાસો મળવાનું અને પિતાનું નિવેદન કરવાનું મુશ્કેલ જાણી ત્યાંથી નીકળી ગયે. વનમાં જઈ શેકમાં આલેચન કરે છે, “અહો આ શું? ચંદ્રમામાંથી અંગાર-વૃષ્ટિ ? ગુરુ મારા ચંદ્ર જેવા સૌમ્ય છે. એ એમજ ગુસ્સે થાય નહિ. ત્યારે હું ક્યાં ભૂલ્યા ? હું કોણ? આવા ઉત્તમ ગુરુને વિદ્યાર્થી ? મેં ગુરુને દુખ કરાવ્યું? કે હું અધન્ય ! ” બસ એ અનવેષણ-ચિંતનમાં આગળ વધતાં વધતાં ઠેઠ અનાસક્ત યોગમાં ચડી કેવળજ્ઞાન પામી ગયા ! દેવોએ મહિમા કર્યો, ગુરુ સ્તબ્ધ ! અને રુદ્રકને દેએ ખુલે પાડ્યો ! શ્રાવકધર્મના વ્રત નિયમઆચાર પાળતાં આ મરણ વારંવાર રહ્યા કરે કે “હું અમુક,