________________
૩૬૨
[ પંચસૂત્ર-૪ ઉ૦-અનારાધક એ હોય છે કે જ્યારે એને ઉન્માર્ગથી જુદે પાડીને શુદ્ધ નિર્દોષ મોક્ષમાર્ગને તાવિક ઉપદેશ દેવામાં આવે, ને કહેવામાં આવે કે “આ રીતે અમાર્ગ કહેવાય, આમ આમ ઉન્માર્ગ (માર્ગનું ઉલ્લંઘન) કહેવાય, માર્ગ તે આ હેય,” ત્યારે એ સાંભળતાં એના મનને દુઃખ થશે; અથવા એની તરફ અવગણના કરશે; અથવા એને સ્વીકારશે નહિ.
સામાન્ય રીતે અનારાધકના ત્રણ પ્રકારઃ- (૧) પહેલો ભારે કમી જીવ, તેને શુદ્ધ માર્ગને ઉપદેશ વખતે, સિંહનાદથી મૃગલાં ત્રાસે, એમ ત્રાસ-ફફડાટ થશે. આવું આવું બંધન કેમ રાખ્યું હશે? આવાં ઝીણું ઝીણું વિવિધ પ્રકારનાં કેટલાં કષ્ટ ! એમ દુઃખ થશે. શ્રતધર્મ સૂત્ર તે અમૃત છે, એ તે એકાંતે કલ્યાણકારી હોય. એમાં વળી અમુક વિધિ ન સાચવી એટલે શું કલ્યાણકારિતા મટી ગઈ? ઈત્યાદિ ઈત્યાદિ એને દુઃખકર વિકલ્પ થશે. (૨) એવા જીવથી જરા કર્મલઘુ મધ્યમ જીવને એવું દુખ તે નહિ, પણ એવા વિધિમાર્ગના ઉપદેશની અવધીરણું અવગણના થશે; મન કહેશે “ઠીક છે, શાસ્ત્ર તે આ વિધિ ને તે વિધિ કહે, આપણે તે કરતા હોઈએ તે કરે ...વગેરે (૩) ત્રીજે એથી પણ વિશેષ લઘુકમી અને ત્રણેમાં સૌથી ઓછા અગ્ય જીવ માર્ગ દેશનાની અવધીરણું ય નહિ કરે, પરંતુ એમ તે સ્વીકાર પણ નહિ કરે કે “આ વિધિમાર્ગ બરાબર છે, જરૂરી છે.”
આ ત્રણે પ્રકારના જીવની સૂત્રાશ્ચયનાદિ પ્રવૃત્તિ આરાધનારૂપ નથી અનારાધના છે, કેમકે વિધિમાગને સ્વીકાર જ નથી, પછી પાલનની શી વાત ? એ જીવ સૂત્ર ભણ્યો એ વસ્તુ