________________
૩૯૦
[ પંચસૂત્ર-૪ સાથે આવું પારણું થતાં, કેવળજ્ઞાન પ્રગટયું ! ટૂંકમાં, દરેકે દરેક ધર્મવ્યાપાર આત્માના વિકાસનું ઇંધન ન કરે, પણ ઉત્તરોત્તર વેગ વધારે એવી રીતે સધાવો જોઈએ. દા. ત. આજે એક વિગયનો ત્યાગ કર્યો. મઝા આવી. કાલે બે તજે. એમ, સામાન્ય પરિસહને આનંદથી સહતાં શીખે, પછી આગળ તેથી ઉગ્ર પરિસહ સહન કરતાં શીખે. એમજ વધતાં વધતાં સાપેક્ષ યતિધર્મમાંથી નિરપેક્ષ યતિધર્મે ચઢી જાય. અર્થાત્ સાધુપણાની સાધના એવી કરે, કે અંતરઆત્મા સાક્ષી પૂરે, કે હું ઉત્તરોત્તર ઊંચા ઊંચા પેગ સિદ્ધ કરી રહ્યો છું. ગૃહસ્થ પણ વૈરાગ્ય અને ઉપશમને વેગ સિદ્ધ કરવા માગતા હોય, તો તે પાંચે ઇન્દ્રિયના વિષય પ્રત્યે હદયનાં આકર્ષણને, અને ચારે કષા પ્રત્યે આત્માની પરાધીનતાને ઘટાડતા જાય. દા. ત. પહેલાં ઈમીટેશન હીરા તરફ પણ આંખ ખેંચાઈ જતી હતી તે આકર્ષણ ઘટાડી એવું કર્યું, કે હવે સાચે હીરે આવે તેજ જેવાઈ જાય છે, અને વખત જતાં “એ પણ આત્માને ખરડનાર છે,” એમ માની તેના પ્રત્યેનું આકર્ષણ ઓછું કરી નાખે. એવું કષામાં સંયમ એ કેળવે, કે પહેલાં જે સહેજ વાતમાં ક્રોધ-માનાદિ ઊઠતા, તે હવે અમુક ગંભીર પ્રસંગેજ ઊઠે, પણ સામાન્ય પ્રસંગમાં તે નહિ જ. આવું ઇતરેતર અને વ્યતિરેકી સંજ્ઞાથી આ રીતે થાય, કે આટલાં વિષયાકર્ષણ અને આટલી કષાયાધીનતા હજી મારે ઊભી છે, અને આટલી તે બાદ થઈ ગઈ છે. હજુ ઊભામાંથી પણ ધીમે ધીમે બાદ કરું.” એમ કરી, ગયા માસ કરતાં આ માસે ગણત્રી સાથે ઓછી કરે. આ જેમ વૈરાગ્ય અને કષાયોપશમના વેગમાં, તેમ બીજા તપસ્યા, સ્વાધ્યાય,