________________
પ્રત્રજ્યા–પરિપાલન ]
૪૧૫ અટકાવી શકાય છે. (૩) વળી ગુર્નાદિ પ્રત્યે કૃતજ્ઞભાવ જાગતે રહેવું જોઈએ. એમના ઉપકાર આ સ્થાનને કરનાર હોઈ મહાન છે. માટે એ કદીય ન વીસરાય. વીસરવામાં કઠેરતા, જાતનું અભિમાન અને સ્વાર્થ પટુતા કામ કરતા હોય છે, જે ધર્મના મૂળ પાયાભૂત દિલની કમળતા, સારી વસ્તુની કદર, ને ગુણ માટેને હૃદયમાં ઢાળ અટકાવે છે. શુક્લ બનવા માટે આ કઠોરતાદિ દોષને આત્મઘાતક સમજી એ દૂર કરી કૃતજ્ઞભાવ સતત ઝળક્ત અને સક્રિય રાખવું જોઈએ. (૪) શુક્લ બનવા ઉપરોક્ત ત્રણે ગુણ અખંડ રાખીને પણ નિષ્ક્રિય નથી બેસી રહેવાનું, યા અસપ્રવૃત્તિમાં પડવાનું નથી. પરંતુ સદા સ આરંભી બન્યા રહેવાનું છે. મુનિને સઆરંભ સૂત્રપાઠ, શ્રુતસ્વાધ્યાય, આવશ્યક પ્રતિક્રમણ–પ્રતિલેખના-વિહારાદિ ક્રિયાઓ, ગુર્નાદિકની સેવા-વિનય-વૈયાવચ્ચ વગેરે પ્રવૃત્તિ સ્વરૂપ હોય છે. જે આ સત પ્રવૃત્તિ ન હોય તે જીવ કાં તે કુથલી-વિકથાભ્રમણ-વિકમાં ચડે, અથવા નિદ્રા–આળસમાં પડે. (૫) સ–આરંભ પણ એવા હોય કે જે હિતાનુબન્ધી હોય, અર્થાત્ કલ્યાણની પરંપરા ચલાવે એવા હેાય. આ માટે 'નિરાશસભાવે નિરતિચારપણે સાધના કરવી જરૂરી છે. વળી નિરંતર વૈરાગ્ય અને મિત્રી આદિ ભાવ વહેતા રાખવા આવશ્યક છે. તેમજ "જિનાજ્ઞા પ્રત્યે અનન્ય મમત્વ અને એનું પ્રસંગ-પ્રસંગ તથા પ્રવૃત્તિમાત્રમાં પુરસ્કરણ યાને જિનવચનને આગળ કરવું,આ ભાવી હિત–પરંપરાના બીજરૂપ છે, હિતાનુબંધના કારણ છે. માટે એને હિતાનુબંધ કહી શકાય.–બસ આ અખંડ ચારિત્ર વગેરે ધારણ કરનાર આત્મા “શુકલ” કહેવાય. જ્યારે,