________________
[ પ’ચસૂત્ર-પ
પરીસહ-ઉપસર્ગનું સહન, વગેરે કરવું, એ જે વ્યવહાર–ચારિત્ર છે, તે જ વાસ્તવિક કષાયક્ષચેાપશમ અને વિરતિભાવરૂપી નિશ્ચયચારિત્રમાં આત્માને ખરેખર રમતા રાખે છે. ભાણામાં પીરસેલી રસે.ઇને જોયા કરવાથી આંતરિક તૃપ્તિ ન થાય. આંતરિક તૃપ્તિ તા એને હાથમાં લઈ માંમાં મૂકી ચાવી પેટમાં ઉતારવા વગેરૈના ખાદ્ય વ્યવહારથી જ થાય. ઉપદેશક કે કવિના હૃદયમાં ગમે તેવા ઉપદેશ કે કાવ્ય રમતા હતાં, એ ઉચ્ચારણ કે લેખનરૂપ વ્યવહારમાં ન ઊતરે ત્યાં સુધી ખીજા એને સ્વાદ કાંથી અનુભવે ? વસ્તુ કે વ્યક્તિ પર પ્રેમ હોવા છતાં જો એના પર શૈાભા કે એની સરભરા જોતાં પ્રેમ વધી જાય છે, તા એ વ્યવહારને જ મહિમા સૂચવે છે. ઉન્માર્ગે ચઢી ગયેલાને સસમાગમ, પરમાત્મદર્શન, વૈરાગ્યશ્રવણ, ધાર્મિક અનુષ્ઠાન, કર્તવ્ય-પાલન વગેરે વ્યવહાર મળે છે, તે તે નિશ્ચય-સન્મા પામે છે; ને એ વ્યવહારમાં ન આવનારા અને તેથીજ ઇંદ્રિયગુલામી, ભેાગલ’પટતા, ધનલેાભ, કષાયી ચેષ્ટા, વગેરેમાં લીન રહેનારા, એ આત્મામાં શુભ ભાવ નથી જગાડી શકતા, એ પ્રત્યક્ષ દેખાય છે. એ નિશ્ચયને શું પામે ? નિશ્ચયનયના એકાંત માની માહ્ય બીજા વ્યવહારને ઉડાવનારાને પણ સામામાં નિશ્ચયની શ્રદ્ધા-સમજ કરાવવા માટે ઉપદેશ, લેખ વગેરે બાહ્ય વ્યવહારનું જ શરણું લેવું પડે છે. એ સૂચવે છે કે વ્યવહાર એ નિશ્ચયની સિદ્ધિ માટે પ્રવૃત્તિનું અનિવાર્ય આવશ્યક અંગ છે નિશ્ચયની પ્રાપ્તિ વ્યવહારથી. નિશ્ચયની વૃદ્ધિ વ્યવહારથી. નિશ્ચયનું શેાધન વ્યવહારથી, નિશ્ચયની પૂર્ણતા વ્યવહારથી. તેરમા ગુણસ્થાનકને અ ંતે ચેગેાના નિરોધરૂપી વ્યવહાર આદરવાથી જ સ્થિર આત્મપ્રદેશરૂપ નિશ્ચયની પૂર્ણતા થાય છે.
૪૯