________________
૪૯૪
[ પંચસૂત્રવહારનય પણ મક્ષસાધનાનું અંગ છે, એવા નિશંક નિશ્ચયમાં) મુંઝાશે નહિ. કેમકે વ્યવહારનયન નિષેધ કરવાથી અવશ્ય મોક્ષમાર્ગ રૂપી તીર્થને જ ઉછેદ થશે. જે વ્યવહાર નહિ તે સાધના શી ? શાસનની સ્થાપના શા સારુ
પ્રવે-આત્માના શુદ્ધસ્વરૂપ તરફની દષ્ટિને નિશ્ચયનયથી લઈ, એને જ સાધના કેમ નહિ કહેવાય?
ઉ૦-આ નિશ્ચયનય તમારા મતે ય જૂઠે છે. કેમકે આમાં નિશ્ચયથી તે સર્વથા શુદ્ધ ક્ષાયિક સમકિત અને પૂર્ણ જ્ઞાનના સવભાવવાળો છે, અપૂર્ણ અશુદ્ધ જ્ઞાનાદિસ્વભાવવાળે નહિ. તે શું એ તમારી અશુદ્ધ અપૂર્ણ દૃષ્ટિ આ સ્વભાવમાં આવશે ? નહિ જ. ત્યારે તમારે માનવું પડશે કે એ દષ્ટિ પણ વ્યવહાર છે. છતાંય તે જે જરૂરી છે, તે એવી દષ્ટિને પોષનારી મહાવ્રતની પ્રતિજ્ઞા વગેરે ધર્મક્રિયાઓ પણ વ્યવહાર છતાં જરૂરી છે જ. તેથી જ મોક્ષસાધનાનું એ અંગ છે. કેમકે,
વ્યવહાર તત્ત્વાંગના ૩ કારણ:
(૧) gવત્તિવિરોહન-વ્યવહારમતે બહારથી ચારિત્ર વગેરે પાળવાથી આગામી પરલેકની પ્રવૃત્તિનું સંશોધન થાય છે. આ અનુભવસિદ્ધ છે કે અહીં જેટલા પ્રમાણમાં વ્રતનિયમ–ત્યાગતપ પળાતા આવે છે એટલા પ્રમાણમાં પછી પૂર્વના જેવી પાપપ્રવૃત્તિરસ-ચડસ-અમર્યાદિતતા નથી રહેતી; એમાં હાર થઈ જાય છે. એના સંસ્કારથી પરલોકમાં પણ એ હાસ અનુસરે છે. આની અસર આત્માના આંતરિક પરિણામ ઉપર પડે છે. માટે કહેવાય કે ભાવી ભવમાં ઝળકનારા એવા વિશુદ્ધ વિશુદ્ધતર ભાનું, આ ચારિત્રથી ઘડતર થવા માંડે છે,